તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એનાલિસિસ:2020માં મોટાં વાવાઝોડાંનો રેકોર્ડ થયો, આ વર્ષે અત્યાર સુધીમાં 29 આવ્યાં...

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વર્ષ 2020 કોરોના વાઈરસ જ નહીં, પરંતુ વાવાઝોડાં અને તોફાનોના કારણે પણ યાદ રહેશે. એટલાન્ટિક મહાસાગરમાંથી આવેલું થીટા વાવાઝોડું આ વર્ષે 29મું વાવાઝોડું છે. આ વર્ષે દુનિયાના વિવિધ દેશોમાં વાવાઝોડાં આવ્યાં, જેથી 2020 અત્યાર સુધીનું સૌથી વધુ વાવાઝોડા સહન કરનારું વર્ષ બન્યું. આ પહેલાં 2005માં પણ ઘણાં વાવાઝોડાં, તોફાનો કે ચક્રવાત આવ્યાં હતાં. કોઈ ટ્રોપિકલ કે ઉષ્ણકટિબંધીય તોફાનને ખાસ નામ ત્યારે જ અપાય છે જ્યારે તે પ્રતિ કલાકે 63 કિલોમીટરની ગતિ સુધી પહોંચી જાય છે. આ પ્રકારનાં તોફાનને હરિકેન ત્યારે કહેવાય છે જ્યારે તે પ્રતિ કલાક 119 કિલોમીટરની ઝડપે આગળ વધતું હોય.

આખરે આ વર્ષે આટલાં બધાં વાવાઝોડાં આવવાનું કારણ શું છે? દુનિયાના અનેક હવામાન નિષ્ણાતો અને વિજ્ઞાનીઓ એકસૂરે કહે છે કે આ પ્રકારનાં વાવાઝોડાંનું સૌથી મોટું કારણ ક્લાઈમેટ ચેન્જ જ છે. છેલ્લી એક સદીમાં આખા વિશ્વમાં ટ્રોપિકલ ચક્રવાત તોફાનોની સંખ્યા સામાન્ય રીતે સ્થિર રહી છે. જોકે, 1980થી એટલાન્ટિક બેઝિનમાં સર્જાયેલાં તોફાનોની સંખ્યા ધીમે ધીમે વધી છે. કેટલાક વિજ્ઞાનીઓ 2020માં રેકોર્ડબ્રેક ચક્રવાતી તોફાનો પાછળનું સૌથી મોટું કારણ મહાસાગરોમાં વધતું તાપમાન ગણાવી રહ્યા છે. જોકે, આ ઘટના પાછળ પણ ક્લાઈમેટ ચેન્જ જવાબદાર હોવાનું કેટલાક વિજ્ઞાનીઓનું માનવું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો