તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એવોર્ડ:વિદ્યાર્થીમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવે તે જ શ્રેષ્ઠ શિક્ષક

અમદાવાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના બે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

સમાજને બદલી વિદ્યાર્થીઓના હૃદય સુધી પહોંચી તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવે તે શ્રેષ્ઠ શિક્ષક છે. ઉપરોક્ત વાત શિક્ષકોને અપાયેલા એવોર્ડમાં ચીફ ગેસ્ટ અને એએમએના પાસ્ટ પ્રેસિડેન્ટ યતીન્દ્ર શર્માએ કહી હતી. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે રમણભાઈ પટેલ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી અંગ્રેજી માધ્યમના બે શિક્ષકોને એવોર્ડ અપાયા હતા.

ગુજરાતી માધ્યમમાં સર્વવિભાગ પ્રાઇમરી સ્કૂલના ટીચર પંકજ પ્રજાપતિ અને અંગ્રેજી માધ્યમમાં જીઈએમએસ અમદાવાદના ટીચર શિવાની રાવલને એવોર્ડ અપાયા હતા. જ્યુરી દ્વારા શિક્ષકોમાં રહેલી એબિલિટીને ધ્યાનમાં રાખી તેમની પસંદગી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો