તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વકીલાત:બાર કાઉન્સિલ આજે 5113 વકીલને સનદ ઈશ્યૂ કરશે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના છતાં વકીલાત માટે 4850એ નોંધણી કરાવી

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વર્ષ 2019માં નોંધણી કરાવનાર રાજ્યના 5113 વકીલોને 28 ડિસેમ્બરે સનદ ઇસ્યુ કરાશે. કોરોના છતાં રાજ્યના 4850 લોકોએ વકીલાત કરવા માટે બાર કાઉન્સિલમાં સનદ માટે નોંધણી કરાવી છે.

બાર કાઉન્સિલના સિનિયર સભ્ય અનિલ કેલ્લાએ જણાવ્યું કે, દેશની લો કોલેજની માન્ય યુનિવર્સિટીમાં 3 વર્ષ કાયદાનો અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીએ વકીલાત કરવી હોય તો બાર કાઉન્સિલમાં એનરોલમેન્ટ (નોંધણી)કરાવી સનદ મેળવવાની હોય છે. વર્ષ 2010 પછી નોંધણી કરાવતા વકીલે વકીલાતની પ્રેક્ટિસ કરવા માટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. પરીક્ષા પાસ કર્યા બાદ બીસીઆઈ સનદ આપે છે.

વર્ષ 2019માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં 5113 લોકોએ નોંધણી કરાવીને તમામે બીસીઆઈની પરીક્ષા પાસ કરી હતી. તેમને 28 ડિસેમ્બરે સનદ ઇસ્યુ કરાશે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રોલ પર 90 હજાર ઉપરાંત વકીલો નોંધાયેલા છે. જે પૈકી 42 હજાર વકીલો વેલ્ફેર ફંડની સ્કીમમાં જોડાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો