તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેલ્ફેર ફંડ:બાર કાઉન્સિલ 75 મૃતક વકીલોના વારસદારોને 1.81 કરોડ ચૂકવશે

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે રાજ્યના 75 મૃતક વકીલોના વારસદારોને રૂ.1.81 કરોડ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. વહેલી તકે મૃત્યુ સહાયની રકમ મૃતક વકીલોના વારસદારોને આપવામાં આવશે. તેમજ વેલ્ફેર ફંડની સ્કીમમાં રિન્યુઅલ ફી ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર રખાઈ છે. રિન્યુઅલ ફી નહીં ભરનાર વકીલોના વારસદારોને મૃત્યુ સહાય પેટે મળતા રૂ. 3.50 લાખ આપવામાં આવશે નહીં તેવો પણ નિર્ણય લેવાયો છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન કિરીટ બારોટ અને અનિલ કેલ્લાએ જણાવ્યું હતું કે, શુક્રવારે બાર કાઉન્સિલની બેઠક યોજાઇ હતી, જેમાં રાજ્યભરમાંથી મૃત્યુ પામેલા 127 વકીલોના વારસદારોએ વેલ્ફેર ફંડની સ્કીમ હેઠળ મૃત્યુ સહાય પેટે મળતા રૂ. ૩.૫૦ લાખ માટે અરજીઓ કરી હતી. જે પેટે 75 અરજી મંજૂર કરી સહાય પેટે રૂ.1.81 કરોડ ચૂકવવાનો નિર્ણય લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો