તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટી પ્રાઇડ:ITની વિદ્યાર્થીનીને 46.27 લાખનું પેકેજ, બેંગ્લોરની કંપનીએ જોબ ઓફર કરી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કપરા સમયમાં પણ નિરમા યુનિ.ની વિદ્યાર્થિનીનું હાયર કેમ્પસ પ્લેસમેન્ટ

કોરોના કારણે આ વર્ષે વિદ્યાર્થીઓ ડિસ્ટન્સ એજ્યુકેશન લઇ રહ્યાં છે. તેમજ કેમ્પસ પ્લેસમેન્ટ પણ ઘટયું છે.ત્યારે આ કપરા આર્થિક સમયમાં પણ નિરમાની અમદાવાદની વિદ્યાર્થીની શુલભા ગર્ગને સૌથી હાયર પેકેજ ઑફર કરવામાં આવ્યું હતું. બેગ્લોર બેઝ્ડ આઇ.ટી કંપની દ્વારા નિરમાની વિદ્યાર્થીનીને આ ઑફર મળી. શુલભા આઇ.ટી. ટેક્નોલોજીના છેલ્લાં વર્ષમાં ભણી રહ્યી છે.તેને સૌથી વધુ 46.27 લાખના વાર્ષિક આકર્ષક પેકેજ સાથે કેમ્પસ પેલેસમેન્ટમાં જોબ ઓફર મળી છે.

200માંથી એક જ વિદ્યાર્થિની 4 રાઉન્ડ ક્લિઅર કરી શકી
આ વર્ષે વિદ્યાર્થીઓને ડિસ્ટન્સ લર્નીંગને કારણે સૌથી વધારે તકલીફ પડી રહી છે. અત્યારે આવા આર્થિક કટોકટીના સમયમાં પણ વિદ્યાર્થીઓના ઉચ્ચતમ કરિયર ગ્રોથ માટે અમે સતત પ્રયત્ન કરી રહ્યાં છીએ. 200 વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યુ આપ્યાં હતા. જેમાથી માત્ર આ જ વિદ્યાર્થીની 4 રાઉન્ડમાં સફળતા મેળવી હતી. ફાઇનલ ટેક્નિકલ રાઉન્ડ માટે સ્પેશિયલ ટ્રેનીંગ પણ આપવામાં આવી હતી. - પ્રોફ્સર આર.એન. પટેલ, ડાયેક્ટ આઇ.ટી.એન.યુ

ફેકલ્ટી અને પ્રોફેસર્સે મને મદદ કરી માટે ક્લિઅર થયું
ઇન્ટરવ્યુમાં અભ્યાસની સાથે ટેક્નિકલ અપડેશન વધુ ઉપયોગી થયું. સફળતા માટે મારા પ્રોફેસર અને ફેકલ્ટી મેમ્બરની પણ સૌથી વધારે મહેનત છે. ફાઇનલ રાઉન્ડમાં મોબાઇલ ટેક્નોવોજી અને ઇ- કોમર્સ ટેક્નોલોજી સંબધિત ઘણાં પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં. ઘણા પ્રશો એટલાં એટલાં બધાં ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવ્યાં હતાં કે ત્યાં ટેક્નિકલ કરતાં તમારો આત્મ વિશ્વાસ અને વર્ક એબેલિટિ સૌથી વધારે કામ આવ્યું. - સુલભા ગર્ગ, વિદ્યાર્થીની

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો