તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેલ્લી ઘડીની ખરીદી:હોળી રમવા પર પ્રતિબંધની બજાર પર અસર જોવા મળી, જાહેરનામાને પગલે લોકોએ ખરીદી ઓછી કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • અગાઉ કરતાં 25 ટકા જ વેપાર થયો - વેપારી

અમદાવાદમાં કોરોનાનાં કેસ વધતા પ્રશાસન દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે. પરંતુ બીજી તરફ હોળીનો તહેવાર પણ છે. કોરોનાએ હોળીના તહેવારને ફિક્કો કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. હોળીમાં આ વર્ષે કલરથી જાહેરમાં હોળી રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના કારણે બજારમાં ખરીદી ખૂબ જ ઓછી થઈ છે.

વેપારીએ જણાવ્યું હતું કે, પોલીસનું જાહેરનામું આવ્યું તે અગાઉ લોકો ખરીદી કરતા હતા પરંતુ પોલીસનું જાહેરનામું આવ્યું હતું. જેમાં હોળીની જાહેરમાં ઉજવણી અને આયોજન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેથી લોકો હવે ખરીદી કરવા આવતા નથી. જાહેરનામાની અસર બજારની ખરીદી પર પડી છે. પિચકારી અને કલરના ખરીદીમાં 75 ટકા ઘટ થઈ છે. દર વર્ષ કરતા સરેરાશ 15 ટકા જ ખરીદી થઈ છે. રાત્રિ કર્ફ્યૂ હોવાને કારણે આજે અંતિમ દિવસે લોકો ખરીદી કરવા પહોંચ્યા હતા. લોકો પણ રાત્રિ કર્ફ્યૂ શરૂ ના થાય ફર અગાઉ ખરીદી કરવા માટે બજારમાં પહોંચ્યા હતા અને ડર વચ્ચે ખરીદી કરી રહ્યા હતા.

વેપારીઓએ પણ ગયા વર્ષ કરતા આ વર્ષે 40 ટકા જ માલ જ ખરીદ્યો હતો. પરંતુ આ વર્ષે તે માલમાંથી 25 ટકા જ ધંધો થયો છે. જેથી અનેક વેપારીઓની મૂડી પણ નીકળી શકી નથી. વેપારીઓએ પોલીસના જાહેરનામાં અગાઉ જ ખરીદી કરી હતી. જાહેરનામું પહેલાં આવ્યું હોત તો વેપારીઓ પણ આટલી મોટી સંખ્યામાં ખરીદી ના કરતા. લાંબા સમય બાદ ફેબ્રુઆરીમાં કેસ ઘટતા વેપારીઓને આશા હતી કે, હોળીના તહેવારમાં અગાઉ થયેલું નુકસાનમા રાહત મળશે પરંતુ વેપારીઓની આશા પણ નિરાશામાં ફેરવાઇ ગઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો