તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદઘાટન પહેલાં રિનોવેશનની સ્થિતિ:ગુજરાત યનિવર્સિટીમાં 1 વર્ષ પહેલાં લાખોના ખર્ચે બનાવેલું બેડમિન્ટન કોર્ટ ધોવાઈ ગયું

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
જૂના કોર્ટનું લાકડું 30 વર્ષ સુધી મજબૂત રહ્યું હતું જ્યારે નવા કોર્ટનું લાકડું એક વર્ષ પણ ટક્યું નહીં, જેથી ફરી ફ્લોરિંગ કરવું પડશે. - Divya Bhaskar
જૂના કોર્ટનું લાકડું 30 વર્ષ સુધી મજબૂત રહ્યું હતું જ્યારે નવા કોર્ટનું લાકડું એક વર્ષ પણ ટક્યું નહીં, જેથી ફરી ફ્લોરિંગ કરવું પડશે.
 • ડિઝાઇનમાં જ ફોલ્ટ હોવાને કારણે છતમાંથી પાણી ટપકવા લાગ્યું, લાકડાનો કોર્ટ કોહવાઈ જતાં ફરી લાખો ખર્ચવા પડશે

ગુજરાત યનિવર્સિટીમાં લાખોના ખર્ચે તૈયાર થયેલા બેડમિન્ટન કોર્ટનું હજુ ઉદ્દઘાટન પણ થયું નથી, ત્યાં વરસાદી પાણી ભરાવવાના કારણે મેદાનનું રિનોવેશન કરવાની સ્થિતી ઊભી થઇ છે. જેથી આવનારા સમયમાં ફરી લાખોના ખર્ચે લાકડાનો કોર્ટ તૈયાર કરવામાં આવશે.

હોલ બેડમિન્ટન કોર્ટમાં કોઇ મેચ થઇ શકે તેવી સ્થિતિ નથી. આ મેદાનનું હજુ ઉદઘાટન પણ થયું નથી. જે કંપનીને યુનિવર્સિટીએ મેન્ટેનન્સ અને પ્રિપરેશનનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો તેની ડિઝાઇનમાં ફોલ્ટ હતો. તેથી વરસાદમાં છતનું પાણી કોર્ટ પર આવતું હતું, જેથી લાકડું ખરાબ થઇ ગયું. તેથી હવે આખું ફ્લોરિંગ ફરી તૈયાર કરવું પડશે. જ્યારે બેડમિન્ટન કોર્ટમાં પાણીથી ભરાયું હતું તેની જાણ યુનિવર્સિટીના તમામ મોટા અધિકારીઓને હતી, છતાં પણ એ સમયે કોઈ પગલાં લેવાયાં અને હવે ફરી લાખોનો ખર્ચ કરીને ફ્લોર તૈયાર કરાશે. આ સમગ્ર મુદ્દે ગુજ. યુનિ.ના વાઇસ ચાન્સલર અને રજિસ્ટ્રારનો સંપર્ક કરાયો હતો, પરંતુ તેમના તરફથી કોઇ પ્રત્યુત્તર મળ્યો ન હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, બેડમિન્ટનનું કોર્ટ ખાસ પ્રકારના લાડડામાંથી તૈયાર કરવામાં આવે છે. તેમાં પ્લાયનો ઉપયોગ કરી શકાય નહીં. નવા બેડમિન્ટન કોર્ટમાં યોગ્ય લાકડાંનો ઉપયોગ કરાયો નથી, કારણ કે જૂના બેડમિન્ટન કોર્ટમાં 30 વર્ષે પણ કોઇ મુશ્કેલી ઉભી થઇ ન હતી. જ્યારે કે નવા કોર્ટનું લાકડું એક વર્ષ પણ ટકી શક્યું નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો