બરવાળા લઠ્ઠાકાંડ:મિથેનોલ પ્રોસેસના લાઇસન્સની મંજૂરી આપનાર અધિકારીઓને પૂછપરછ થશે

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નશાબંધી, કસ્ટમ, એક્સાઇઝ અધિકારીઓને બોલાવાશે
  • આ અધિકારીઓ​​​​​​​ જ કંપનીના ઓડિટનું સ્ટોક કરતા હતા

સમીર પટેલની એમોસ કંપનીમાંથી પ્રતિબંધિત મિથેનોલ પ્રોસેસ કરી સપ્લાય થતું હતંુ. જોકે આ પ્રોસેસ કરવાનું લાઇસન્સ લેવા માટે સમીર પટેલે નશાબંધી અને આબકારી ખાતું, કસ્ટમ, એક્સાઇઝ અને જીએસટી ખાતાની મંજૂરી લીધી હતી. આટલું જ નહીં આ તમામ ખાતાના અધિકારીઓ સમયાંતરે સમીરની કંપનીમાં તપાસ પણ કરતા હતા, જેથી પોલીસે આ તમામ ખાતાના અધિકારીઓને નોટિસ આપીને તેમને પૂછપરછ માટે બોલાવવા તજવીજ શરૂ કરી છે. સમીર પટેલની કંપની મિથેનોલની પ્રોસેસ કરીને સપ્લાય કરતી હતી, જેની આ અધિકારીઓ જ તપાસ કરતા હતા.

આ ડિપાર્ટમેન્ટ્સના અધિકારીઓ પણ સમીરની કંપનીમાં સમયાંતરે ઓડિટ અને સ્ટોક ચેક કરવા આવતા હતા તેમ છતાં સમીરની ફેક્ટરીમાંથી 600 લિટર મિથેનોલ ગેરકાયદે બહાર ગયું હતું અને તે પીવાથી લઠ્ઠાકાંડ થયો હતો. આથી આ મિથેનોલ કેવી રીતે સમીરની ફેક્ટરીમાંથી બહાર ગયું તેમ જ ઓડિટમાં શું દર્શાવ્યું તે જાણવા માટે પોલીસે આ તમામ ખાતાના અધિકારીઓને નોટિસ આપીને નિવેદન માટે બોલાવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...