તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
13 આર્ટિસ્ટે પોતાની અનુભૂતિને ચિત્રોમાં વ્યક્ત કરી છે. આ આર્ટિસ્ટે લોકડાઉનમાં જે અનુભવ્યું અને જે ફોલો કર્યું તેની અસર પણ જોઈ શકાય છે. અમદાવાદની ગુફા ગેલેરીમાં 13 આર્ટિસ્ટનો આર્ટ શો ‘અનુભૂતિ’ શરૂ થયો છે. તેમાં અમિત ગોસ્વામી, ભૂમિ ઢેબર, કિશન કપ્પારી, બિરવા શાહ, ચિંતન સોમપૂરે, હર્ષદ પંચાલ, કૈલાશ દેસાઈ, નવનીત રાઠોડ, પૂજા બુચ, પ્રિયા પરિયાણી, રચના કારિયા, રૂપલ બુચ અને સજ્જદ કપાસીનો સમાવેશ થાય છે. 7 ફેબ્રુઆરી સુધી સાંજે 4થી 8 વાગ્યા સુધી આ શો જોઈ શકાશે.
આર્ટ શો અંગે વાત કરતાં આર્ટિસ્ટ રૂપલ બુચે કહ્યું કે, ‘દરેક ચિત્રકાર માટે તેની અનુભૂતિ મહત્વની હોય છે. તેની અનુભૂતિ ઉપર જ ચિત્રનો બેઝ તૈયાર થાય છે અને અંતે આર્ટ સાકાર થાય છે. શોમાં તમામ 13 આર્ટિસ્ટે કોરોનાકાળમાં લોકડાઉન વખતે તેમજ અનલોક સ્થિતિમાં માસ્કને અપનાવ્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગને લગતાં ચિત્રો પણ જોઈ શકાય છે. તેમાં અમદાવાદ ઉપરાંત હૈદરાબાદ અને મુંબઈના આર્ટિસ્ટનો પણ સમાવેશ થાય છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.