ધોરણ 3થી 8ની વાર્ષિક પરીક્ષા 3 થી 21 એપ્રિલ દરમિયાન યોજાશે. રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં પણ પરીક્ષાનો કાર્યક્રમ સમાન રહેશે. પ્રશ્નપત્રો જિલ્લા કક્ષાએ તૈયાર કરાશે, જ્યારે પેપરનું પરિરૂપ જીસીઈઆરટી દ્વારા અપાશે. પરીક્ષા માટે દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ ધ્યાને લેવાશે. જ્યારે ધોરણ 4 અંગ્રેજી દ્વિતીય ભાષા માટે સમગ્ર વર્ષનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે.
ખાનગી પ્રાથમિક સ્કૂલોના પ્રશ્નપત્રોમાં એકરૂપતા જળવાઈ રહે તે માટે ગુજરાતી (પ્રથમ ભાષા), ગણિત, વિજ્ઞાન, સમાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયની કસોટીઓ માટે સમાન સમયપત્રક પ્રમાણે પેપર તૈયાર કરાશે, જ્યારે બાકીના વિષયો માટે ખાનગી સ્કૂલો પોતાની રીતે પેપર તૈયાર કરી શકશે. બે પાળીમાં ચાલતી સ્કૂલોએ પણ સરકારે જાહેર કરેલા સમયપત્રક પ્રમાણે જ પરીક્ષા લેવાની રહેશે, જેમાં કોઇ બાંધછોડ કરવામાં આવશે નહિ.
ધો. 5, 8માં વિદ્યાર્થીને હવે નાપાસ કરી શકાશે
પરિપત્રની સાથે સૂચના અપાઈ છે કે, જે વિદ્યાર્થીને બે વિષયમાં 35થી ઓછા ગુણ હશે તો તેની બે મહિનામાં કસોટી લેવાશે. કસોટીમાં જો સુધારો જણાય તો વિદ્યાર્થીને વર્ગ બઢતી અપાશે. ધો.5 અને 8 સિવાયના કોઈ ધોરણમાં વિદ્યાર્થીને નાપાસ કરી શકાશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.