તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Animal That Climbed The Wall Of Vatwana Bibipura Sports Complex And Climbed Into The Ground Was Not A Panther, But A Wild Cat: Forest Department

હાશકારો:વટવાના બીબીપુરા સ્પોર્ટ્સ સંકુલની દીવાલ કૂદી ગ્રાઉન્ડમાં આવી ચઢેલું પ્રાણી દીપડો નહિ, પણ જંગલી બિલાડી હતી: વનવિભાગ

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

વટવાના બીબીપુરા સ્પોર્ટ્સ સંકુલની દીવાલ કૂદી ગ્રાઉન્ડમાં આવી ચઢેલું પ્રાણી દીપડો નહિ, પણ જંગલી બિલાડી હોવાનું વનવિભાગે જણાવ્યું છે.

સ્પોર્ટ્સ સંકુલના સીસીટીવી કેમેરામાં જંગલી પ્રાણી કેદ થયું હોવાનું સ્પોર્ટ્સ સંકુલના ઇન્ચાર્જે જોતાં જ ગામના સંરપંચ, તલાટી અને વન વિભાગને જાણ કરી હતી, જેથી વન વિભાગની ટીમો દોડી ગઈ હતી અને સીસીટીવી તેમ જ સ્થળ તપાસ કરતા દીપડાનાં પંજાના કોઈ નિશાન મળ્યાં ન હતાં. જ્યારે સીસીટીવીની તપાસ કરતા તે જંગલી બિલાડી હોવાનું બહાર આવ્યું હતું.

વન વિભાગનાં ડીએફઓ શકીરા બેગમે જણાવ્યું કે, સ્થળની તપાસમાં દીપડો હોવાનાં કોઈ નિશાન જોવા મળ્યાં નથી. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે તે જંગલી બિલાડી જેવું પ્રાણી છે. જંગલી બિલાડી અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં વસવાટ કરે છે.

અન્ય સમાચારો પણ છે...