તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન પર સવાલ:રવિવારના વેક્સિનનો જથ્થો સોમવારે ચાલ્યો પૂરતી રસી ન મળે તો આજે સેન્ટરો ઘટાડવા પડશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ જિલ્લામાં 60 સેન્ટરોમાંથી 40 સેન્ટર પર કોરોના રસી અપાઇ
  • સરપંચોએ આક્ષેપ કરતાં કહ્યું કે, રવિવારે કેટલાંક સ્થળો પર લોકો વેક્સિના લેવા ગયા તો જથ્થો ખૂટી પડતાં ધરમધક્કો પડ્યો હતો
  • સોમવારે પણ સેન્ટરો ઘટાડતાં લોકોમાં ભારે રોષ ફેલાયો

અમદાવાદ જિલ્લામાં વેક્સિનની અછતને કારણે કેટલાક સેન્ટરો પરથી લોને પરત જવું પડયું હોવાનો જિલ્લાના સરપંચોએ આક્ષેપ કરતાં કહ્યું કે, જિલ્લામાં 60 સેન્ટરોમાંથી માત્ર 40 સેન્ટર પર જ રસી અપાઇ છે. બાકીના 20 સેન્ટરો પર વેક્સિનના અભાવે બંધ કરવા પડ્યા હતાં. જિલ્લા આરોગ્ય વિભાગે કહ્યું કે, રવિવારના વેક્સિનનો જથ્થો સોમવારે ચાલ્યો હતો. પૂરતી વેક્સિન નહીં મળે તો મંગળવારે સેન્ટરો ઘટાડવા પડશે.

સરંપચોએ આક્ષેપ કરતાં કહ્યું કે, રવિવારે કેટલાક સ્થળો પર લોકો વેક્સિના લેવા ગયા તો જથ્થો ખુટી પડ્યો હતો. જેથી ધરમધક્કો પડ્યો હતો. સોમવારે પણ સેન્ટરો ઘટાડતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આરોગ્ય સ્ટાફ રસીનો જથ્થો ક્યારે આવશે ? તેનો સ્પષ્ટ જવાબ આપી શક્તા નથી. જેના લીધે લોકોને સેન્ટર પર વારંવાર ધક્કા ખાવા પડે છે. રસીના અભાવે સરપંચો પણ કોઇ કડક નિયમો ઘડી શકતા નથી. જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ પણ રસીની અછતને લઇને રોષ ઠાલવ્યો હતો. કોંગ્રેસે તો ગામે ગામ પંચાયતોમાં જઇને રસી આપવા માટે પણ માંગ કરી છે. ગામના લોકો કોંગ્રેસ સહિત ભાજપના આગેવાનો સમક્ષ પણ રસીની અછતનો કકળાટ કરે છે. કેટલાક સેન્ટરો પર ગામના લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, અગાઉ 45 વર્ષના ઉપરના લોકો રસી લેવા માટે આવતા નહતાં. આ પછી પ્રચાર વધતાં લોકોનો ધસારો શરૂ થઇ ગયો હતો. આવી જ રીતે 18થી 44 વર્ષના લોકો રસી લેવા માટે આવતા નહતાં. પરંતુ હવે લોકો સ્વયંભૂ આવી રહ્યા છે. જેના લીધે વિવિધ ગામોમાં સવારથી જ ભીડ હોય છે. આ ઉપરાંત ઓફલાઇન રસીકરણના લીધે લોકો વધુને વધુ આવે છે. જેની સામે રસીના ડોઝ પૂરતી મળતા નથી. આ અંગે ઉચ્ચઅધિકારીઓને જાણ કરાઇ છે. જિલ્લામાં રસીના અભાવે સેન્ટરો પર એકાદ-બે ઘર્ષણની સામાન્ય ઘટના બની છે.

મંગળવારે છ હજાર વેક્સિનના ડોઝ મળશે : જિલ્લા આરોગ્ય વિભાગ
સરકાર તરફથી મંગળવારે છ હજાર વેક્સિનના ડોઝ મળશે. જેથી વિવિધ સેન્ટરો પર પુન: કામગીરી શરૂ કરી દેવાશે. સોમવારે ચાર હજારમાંથી ત્રણ હજારથી વધુ લોકોને વેક્સિન અપાઇ છે. જે સ્ટોર પર ધસારો હશે ત્યાં વેક્સિનની કામગીરી ચાલુ રખાઇ છે.

અન્ય સમાચારો પણ છે...