તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતીય વાયુસેનાના શસ્ત્ર ભંડારમાં ટૂંક જ સમયમાં 83 તેજસ ફાઈટર વિમાનો પણ સામેલ થઈ જશે. ફાઈટર વિમાન તેજસની રૂ. 48 હજાર કરોડની ડીલને કેબિનેટની સુરક્ષા મામલાની સમિતિની મંજૂરી મળી ગઈ છે. આ કમિટીના અધ્યક્ષ વડાપ્રધાન પોતે હોય છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, વાયુ સેનાને વધુ મજબૂત બનાવવા માટે આ નિર્ણય લેવાયો છે. મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ આ ડીલ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં ગેમ ચેન્જર સાબિત થશે. તેનાથી દેશમાં જ ઉદ્યોગ ક્ષેત્રમાં સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે તેજી આવશે. નવી નોકરીઓનું સર્જન થશે, સ્થાનિક અર્થતંત્રમાં રોકડ આવશે અને અર્થતંત્રને ગતિ મળશે.
રાજનાથ સિંહે સોશિયલ મીડિયામાં લખ્યું કે, ‘એલસીએ તેજસના એમકે-1એ વેરિયન્ટમાં 50%ના બદલે 60% સ્વદેશી ઉપકરણો અને ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે. એલસીએ તેજસ ઈન્ડિયન એરફોર્સ ફ્લિટની કરોડરજ્જુ બનવા જઈ રહ્યા છે. તેનાથી વાયુ સેનાની હાલની તાકાતમાં જબરદસ્ત વધારો થશે.’
તેજસ ફોર્થ જનરેશનનાં સૌથી હળવાં સુપરસોનિક ફાઈટર
તેજસ ફોર્થ જનરેશનના ફાઈટર વિમાન છે, જેને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી અને એચએએલ દ્વારા વિકસિત કરાયાં છે. તેજસ હવાથી હવામાં અને હવાથી જમીન પર મિસાઈલ હુમલા કરી શકે છે. તે એન્ટિશિપ મિસાઈલ, બોમ્બ અને રોકેટથી પણ સજ્જ થઈ શકે છે. તેજસ 42% કાર્બન ફાઈબર, 43% એલ્યુમિનિયમ એલોય અને ટાઈટેનિયમથી બનાવાયા છે. તે ટેઈલલેસ કમ્પાઉન્ડ ડેલ્ટા વિંગ સ્વદેશી વિમાન છે. ફોર્થ જનરેશનના સુપરસોનિક ફાઈટર વિમાનોના જૂથમાં તે સૌથી હલકા અને સૌથી નાના છે.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.