પોલીસ કમિશનર સીધું રિપોર્ટિગ સરકારને કરશે:અમદાવાદ પોલીસ કમિશનર હવે ગૃહ વિભાગને રિપોર્ટ કરશે

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના ઈતિહાસમાં આ પહેલો મામલો છે જેમાં રાજ્ય સરકારે અમદાવાદ પોલીસ કમિશનરની રિપોર્ટિંગ ઓથોરિટી બદલી છે. હોમ ડિપાર્ટમેન્ટે શનિવારે જાહેર કરેલા ઓર્ડરમાં આ બાબત સ્પષ્ટ કરી છે કે હવે અમદાવાદ પોલીસ કમિશનર ડીજીપીને બદલે ડાયરેક્ટ હોમ ડિપાર્ટમેન્ટને રિપોર્ટિંગ કરવાનું રહેશે.

તાજેતરમાં જ આશિષ ભાટિયા નિવૃત્ત થતા ઈન્ચાર્જ ડીજીપી તરીકે વિકાસ સહાયની નિયુક્તિ કરાઈ હતી ત્યાર બાદ વિકાસ સહાયને જ ડીજીપી તરીકે કાયમી નિમણૂક આપી દેવાઈ હતી. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ વિકાસ સહાય કરતા સિનિયર છે. જેને પગેલે હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા રિપોર્ટિંગ ઓથોરિટી બદલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ અને કોલકાતા પછી અમદાવાદ ત્રીજુ શહેર છે જેના પોલીસ કમિશનર સીધું રિપોર્ટિગ સરકારને કરશે.

અન્ય સમાચારો પણ છે...