તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

એપથી હનીટ્રેપ:અમદાવાદની ટોળકી ઓનલાઇન ડેટિંગ કરતા લોકો સાથે મિત્રતા કેળવતી, કયો મિત્ર રૂપિયા ચૂકવી શકે છે એ જાણી ટાર્ગેટ કરતી, મુખ્ય સૂત્રધાર પાસે રિસોર્ટ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેટેલાઇટ હનીટ્રેપપ્રકરણમાં ગેંગે સાત લોકોને ફસાવ્યા હતા
  • ટીન્ડર એપ મારફત લોકોને ફસાવી, હવાલાથી રૂપિયા પડાવતા હતા

સેટેલાઈટ હનીટ્રેપપ્રકરણમાં પકડાયેલા આરોપીઓની પોલીસે પૂછપરછ કરી હતી, જેમાં કેટલીક ચોંકાવનારની વિગતો બહાર આવી છે. આરોપીઓએ અત્યારસુધીમાં સાત લોકોને હનીટ્રેપમાં શિકાર બનાવ્યા છે. આ આરોપીએ કેવી રીતે અને કોને ટાર્ગેટ બનાવતા હતા તેનો પણ ખુલાસો થયો છે. આરોપીઓ ટાર્ગેટ શોધવા માટે ટીન્ડર એપનો ઉપયોગ કરતા હતા અને કોણ રૂપિયા આપી શકે છે એ જાણી ટાર્ગેટ કરી રૂપિયા પડાવતા હતા. એમાં પણ મુખ્ય સાગરીત આસિફ પાસે તો વિરમગામમાં રિસોર્ટ અને વૈભવી ગાડીઓ પણ છે.

ઓનલાઇન ડેટિંગ કરતા લોકોને ફસાવતા
પોલીસે હનીટ્રેપપ્રકરણમાં અગાઉ બે આરોપી સમીર અને શીતલ ઉર્ફે જાહ્નવીની ધરપકડ કરી હતી. હવે આ પ્રકરણમાં વધુ એક આરોપી આસિફ દેસાઈની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ ગેંગ ટીન્ડર નામની એપ્લિકેશનનો ઉપયોગ કરીને સૌપ્રથમ ઓનલાઇન ડેટિંગ કરતી વ્યક્તિઓના સંપર્કમાં આવતા હતા. સંપર્ક કરીને પહેલા મિત્રતા કેળવતા હતા. આ આરોપીઓ મોટે ભાગે મિત્રોને જ ટાર્ગેટ બનાવતા હતા. કયો મિત્ર રૂપિયા ચૂકવી શકે તેમ છે એ જાણીને તેને પહેલા ટાર્ગેટ કરતા હતા અને રૂપિયા પડાવતા હતા.

મુખ્ય સૂત્રધાર લાઇસન્સવાળું હથિયાર ધરાવે છે
જોકે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર આસિફ અને અન્ય એક મહિલા આરોપી હજી પણ ફરાર છે, જેને પકડવા માટે સેટેલાઇટ પોલીસ સ્ટેશનની ત્રણ ટીમને કામે લગાડાઈ છે. ફરાર આરોપી આસિફ વિરમગામ પાસે પોતાનો રિસોર્ટ ધરાવે છે અને વૈભવી ગાડીઓ પણ રાખે છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી આસિફ પરવાનાવાળું હથિયાર ધરાવે છે. તે મોટા ભાગના રૂપિયા આંગડિયા પેઢી મારફત હવાલાથી મગાવતો હતો. પોલીસ હવે આરોપીના હથિયારની વિગતો મળેવી લાઇસન્સ રદ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવાની છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો