ભાવ બાંધણું:અમદાવાદ જિલ્લા ચૂંટણી પંચે ખર્ચ માટે ભાવ બાંધણું જાહેર કરી ખર્ચની મર્યાદા બાંધી

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઉમેદવારો આખી ચાના​​​​​​​ રૂ.15, ગુજરાતી થાળીના 90, ભજિયાંના 30, ભાજીપાંઉના 70 લેખે ખર્ચ કરી શકશે

વિધાનસભાની ચૂંટણીમાં ચા, કોફી, નાસ્તો અને જમવાના ભાવ જાહેર કરી દેવાયા છે. આખી ચા માટે રૂપિયા 15, ગુજરાતી થાળી 90 અને 100 ગ્રામ ભજિયાં 30 તો એક ડીશ ભાજીપાંઉના 70 પ્રમાણે ખર્ચ કરી શકશે. પાણીના 20 લીટર જગના 30, પાણીની બોટલના 20, ડિસ્પોઝેબલ ગ્લાસ 2, થર્મોકોલ ગ્લાસ 2 તો પાણી પીવડાવવા માટે એક માણસનો રૂપિયા 376 ખર્ચ નક્કી કરાયો છે. જિલ્લા ચૂંટણીપંચ દ્વારા નક્કી કરાયેલા ભાવ બજારની સમકક્ષ છે.

અમદાવાદ જિલ્લા કલેકટર અને વિવિધ રાજકીય પાર્ટીઓ સાથેની બેઠકમાં ચૂંટણીમાં થનાર વિવિધ ચીજવસ્તુઓના ઉપયોગ માટે જુદા જુદા ભાવ નક્કી કરાયા હતાં. નક્કી કરાયેલા ભાવ પ્રમાણે જ ઉમેદવારોએ પોતાના મતવિસ્તારમાં ખર્ચ કરવાનો રહેશે. આ સાથે ચૂંટણીમાં વપરાશ થનાર વાહનનો કિમી પ્રમાણે ભાવ નક્કી કરાયો છે. આ ઉપરાંત સાઉન્ડ સિસ્ટમ, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, મંડપ, ઝેરોક્ષ, ડેકોરેશન સહિત સાધન-સામગ્રી માટે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા ભાવ નક્કી કરવા સહિત ખર્ચની મર્યાદા નક્કી કરાઇ છે.

ઉમેદવાર મોટા પંજાબી સમોસા ખવડાવે તો એક પ્લેટના રૂ.40

ચીજ વસ્તુઓભાવ (રૂ.)
આખી ચા-કોફીના15
દૂધ એક ગ્લાસ20
અડધી ચા10
ગુજરાતી થાળી સાદી)90

પૂરી અથવા રોટલી,

2 શાક, દાળ, ભાત

પાપડ, સલાડ સાથે

બ્રેડ બટર25
કોર્નફ્લેક્સ25
બિસ્કિટ20
પેકેજ્ડ ડ્રિકિંગ વોટર20
એક લિટર
બટાકા પૌંઆ(1 પ્લેટ)20
ઉપમા (1 પ્લેટ)20
દહીં છાસ (150 ML)15
લીંબુ પાણી (1 ગ્લાસ)10
તાવો(ચાપડી-ઉંધીયું)90
ભાજીપાંઉ70
પૂરી-શાક40
પરોઠા શાક70
ભજિયાં(100 ગ્રામ)30
મોટા સમોસા (પંજાબી)40
કટલેટ 2 નંગ30
પ્લાસ્ટિક ખુરશી10
સ્ટીલ ખુરશી50

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...