તસ્કરો ત્રાટક્યા:અમદાવાદનું દંપતિ લગ્નમાં રાજસ્થાન ગયું અને તસ્કરો ઘરના તાળા તોડી 4 લાખની વસ્તુઓ ચોરી ગયા

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • મણીનગરનું કપલ રાજસ્થાનમાં લગ્નમાં હતું ત્યારે બંધ મકાનમાં ચોરી થતા પોલીસે ગુનો નોંધ્યો

અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહેતુ દંપતિ કુઝીનના લગ્નમાં હસી ખુશીથી રાજસ્થાન ગયુ હતું. પરંતુ તેઓ પરત અમદાવાદ આવ્યા ત્યારે તેમના હરખ દુખમાં પલટાઇ ગયુ હતુ. દંપતિ રાજસ્થાન હતો ત્યારે અમદાવાદના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. ચોર ઘરમાંથી 4 લાખ રુપિયાની વસ્તુઓ ચોરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અગે મણીનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, રણજીતભાઇ ખત્રીએ મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તેમની પત્ની સાથે લગ્નમાં રાજસ્થાન ગયો હતો. ત્યારે તેમના અમદાવાદના પુષ્પકુંજ ફ્લેટ મણિનગરના ઘરે તાળુ મારીને ગયા હતા. તેઓ એકાદ દિવસ પોખરણ રહીને અમદાવાદ પરત આવ્યા ત્યારે તેમના ઘરના દરવારાજાનુ તાળુ તોડીને ઘરમાં મોંઘી ઘડીયાળ, સોના ચાંદીના દાગીના અને કિંમતી વસ્તુ મળી અંદાજે ચાર લાખ રૂપિયાની મતાની ચોરી કરી અજાણ્યા શખસ ફરાર થઇ ગયા હતા. આ વાતની જાણ થતા રણજીતભાઇએ મણીનગર પોલીસને જાણ કરી હતી પોલીસે આ બનાવમાં ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...