અમદાવાદીઓને 'હર્ટ' કરતી હીટવેવ:શહેરમાં ફરી 4 દિવસ ગરમીનો પારો 44 ડિગ્રીથી વધુ રહેશે, 5 વર્ષ બાદ ગરમી ફરી રેકોર્ડ તોડશે

​​​​​​​અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર દિવસોમાંથી એક દિવસ હિટવેવને લીધે અમદાવાદમાં ગરમીનો પારો 45એ પહોંચી શકે

એપ્રિલ મહિનાથી જ અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો હાઈ રહ્યો છે. જ્યારે મે મહિનામાં તો તાપમાન 40થી 44 ડિગ્રીની વચ્ચે જ નોંધાઈ રહ્યું છે. જોકે છેલ્લા 3-4 દિવસથી ગરમી 2-3 ડિગ્રી ઘટી હતી પરંતુ હવામાન વિભાગે ફરીએકવાર રાજ્યના કેટલાક શહેરોમાં હીટવેવની આગાહી કરી છે. જેમા ખાસ કરીને અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સતત 4-5 દિવસ સુધી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. નોંધનીય છે કે, અમદાવાદમાં 11 વર્ષમાં માત્ર 2016માં જ ગરમીનો પારો 48 ડિગ્રી નોંધાયો હતો જોકે ત્યારબાદ 44 ડિગ્રીથી વધુ ગરમી પડી નથી.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

ગરમીનો પારો 45એ પહોંચી શકે છે
અમદાવાદમાં થોડા દિવસથી હીટવેવનું જોર ઘટતાં ગરમીથી રાહત રહી હતી. પરંતુ, હવે આજથી 14 મે સુધી ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાશે, જેની અસરોથી અમદાવાદમાં ફરી ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચશે. આ ચાર દિવસોમાંથી એક દિવસ હિટવેવને લીધે ગરમીનો પારો 45એ પહોંચી શકે છે. અમદાવાદમાં ગત 27 એપ્રિલથી 2 મે દરમિયાન હિટવેવથી ગરમીનો પારો 43થી 44 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. શનિવારે અમદાવાદમાં ગરમીનો પારો 41.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધીને 28.4 ડિગ્રી નોંધાયો હતો. 8 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો હતો.

પવનની પેટર્ન બદલાતા ફરી ગરમી
રવિવારથી ઉત્તર-પશ્ચિમના પવનો શરૂ થશે, જેની અસરથી રવિવારથી ગરમીનો પારો અચાનક ઉંચકાશે. બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર રચાયું છે, જે આગામી બે દિવસોમાં મજબુત બનશે. લો-પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન એ રીતની થઇ છે કે, રણ-સુકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પવનો ખેંચાઇને નીચે થઇને બંગાળની ખાડીમાં જાય છે. જેથી રવિવારથી ગુજરાત-અમદાવાદ ઉપર ગરમ પવનોનો મારો ચાલુ થશે, જેને કારણે પાકિસ્તાન, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં હિટવેવથી ગરમીનો પારો ઉંચકાશે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

અમદાવાદમાં મે મહિનામાં પડેલી ગરમી

વર્ષડિગ્રી
201143.4
201243
201344.3
201444.5
201544.6
201648
201743.6
201844.8
201944.3
202044.1
202143

​​​​​​​​​​​​​​​​​​​​​ગરમી સામે શું કાળજી રાખવી​

* વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું

* લાંબો સમય તડકામાં ન રહેવું, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવાં

* ઠંડકવાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો

* નાના બાળકો- વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું

* અતિશય ગરમીનાં લીધે લુ (હીટ સ્ટ્રોક) લાગવાના લક્ષણો

​​​​​​​ગરમીની અળાઇઓ

* ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી

​​​​​​​​​​​​​​* ​​​​​​​માથાનો દુ:ખાવો, ચક્કર આવવા

​​​​​​​* ​​​​​​​ચામડી લાલ - સૂકી અને ગરમ થઇ જવી

​​​​​​​* ​​​​​​​​​​​​​​સ્નાયુઓમાં દુઃખાવો અને અશક્તિ આવવી

​​​​​​​* ​​​​​​​​​​​​​​ઉબકા અને ઉલ્ટી થવી

અન્ય સમાચારો પણ છે...