તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન:આસારામની વિરુદ્ધ બોલનારા પૂર્વ સાધક પર ફાયરિંગ કરનારો આરોપી 12 વર્ષે નાસિકમાંથી ઝડપાયો

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સાથે આરોપી સંજીવ વૈદ્ય - Divya Bhaskar
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સાથે આરોપી સંજીવ વૈદ્ય
  • 12 વર્ષથી નાસતા ફરતા આસારામના સાધક સંજુ ઉર્ફે સંજીવ વૈદ્ય ઝડપાયો
  • રાજુ ચાંડક પર ફાયરિંગ કરવાના ગુનામાં સંજીવ વૈદ્યની ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 12 વર્ષથી નાસતા ફરતા આસારામના સાધક સંજુ ઉર્ફે સંજીવ વૈદ્યને નાસિક ખાતેથી ઝડપી પાડ્યો છે. અમદાવાદ શહેર પોલીસ સ્ટેશનના અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓની તપાસ કરી પકડી પાડવા ડ્રાઈવ રાખવામાં આવી હતી. જે અંતર્ગત અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કમમશનર પ્રેમવીરસીંગ, નાયબ પોલીસ કમમશનર ચૈતન્ય આર. માંડલીકના માર્ગદર્શન હેઠળ આ સાધકને ઝડપી લેવામાં આવ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચે અઠવાડીયા સુધી આસારામ આશ્રમ પાસે વોચ ગોઠવી
સાબરમતી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009માં આસારામના પૂર્વ સાધક રાજુચાંડકે કરેલી ફરિયાદમાં છેલ્લા બારેક વર્ગથી નાસતો-ફરતો આરોપી સંજુ ઉર્ફે સંજીવ વૈદ્ય મહારાષ્ટ્રના નાસિક ખાતેના આસારામ આશ્રમમાં છુપાયો હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે છેલ્લા એક અઠવાડિયાથી નાસિકમાં આવેલા આસારામ આશ્રમ તથા આજુબાજુના વિસ્તારોમાં રોકાઈને માહિતીઓ એકત્રિત કરી હતી. ત્યાર બાદ 2 સપ્ટેમ્બરના રોજ સંજુ ઉર્ફે સંજીવ વૈદ્યને ઝડપી લઈ વધુ પૂછપરછ માટે અમદાવાદ લાવવામાં આવ્યો હતો.

આશ્રમ વિરૂધ્ધ વાતો નહીં કરવા સૂચના આપી હતી
આરોપીની વધુ પૂછપરછ કરતા જણાવ્યું કે, પોતે અમદાવાદ સાબરમતી ખાતે આવેલ આસારામ આશ્રમમાં રહી સેવા પુજા કરતો હતો. વર્ષ 2009માં અમદાવાદ શહેર સાબરમતી આશ્રમ પાછળ સાબરમતી નદીમાંથી બે બાળકોની લાશ મળી આવેલી. જે બાબતે ડી.કે.ત્રિવેદી પંચ દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી. તે દરમ્યાન અમદાવાદ સાબરમતી આશ્રમ સહીત જુદા જુદા રાજ્યોના આશ્રમોનુ સાંચાલન કરતાં પૂર્વ સાધક રાજુ ચાંડક પંચ તથા મીડિયા સમક્ષ આશ્રમોની પ્રવૃત્તિ પ્રકાશિત કરતાં આશ્રમના સાંચાલકો દ્વારા સાધક રાજુ ચાંડકને આશ્રમ ખાતે પરત આવી જવા તેમજ આશ્રમ વિરૂધ્ધ વાતો નહીં કરવા જણાવવામાં આવ્યું હતું. તેમછતાં તે આસારામ તથા આશ્રમની વિરૂધ્ધમાં બોલતો હતો.

રાજુ ચાંડક પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું
5 ડિસેમ્બર 2009ની મોડી સાંજે રાજુ ચાંડક બાપુનગર ખાતેના અગરબત્તીના કારખાનેથી પોતાના મોટર સાયકલ ઉપર ઘરે જતા હતાં ત્યારે સાબરમતી ચિમનભાઇ પટેલ બ્રિજથી પાવર હાઉસ જતાં હતાં. તે દરમ્યાન રાજુ ચાંડકનો પીછો કરી સાબરમતી કોલેજથી એન.એન સ્કૂલ તરફ જવાના રોડથી થોડેઆગળ પહોંચતા રાજુ ચાંડક ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

રાજુ દુલાલચંદે વટાણા વેરી દીધા
આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલ આરોપી કાર્તિક ઉર્ફે રાજુ દુલાલચંદ હલદરની 2016માં અટકાયત કરવામાં આવી હતી. જેની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે રાજુ ચાંડક આસારામની તથા આશ્રમની વિરુદ્ધ બોલી ગુપ્ત માહિતીઓ મીડિયામાં જાહેર કરતો હતો. જેથી તેની બોલતી બંધ કરાવી દેવા માટે હથિયારો તથા રેકી કરવા માટે વાહનોની સગવડ કરી, પોતે તથા સંજુ વૈદ્યે હથિયાર તથા મોટર સાયકલની વ્યવસ્થા કરી, રાજુચાંડકની રેકી કરી તેનો પીછો કર્યો હતો. તેના ઉપર સંજુ વૈદ્યએ ફાયરિંગ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...