તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:રક્ષાબંધન કરવા વતને જવા સબજેલ તોડી ભાગેલા આરોપીને ATSએ વટવાથી પકડ્યો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના લીમડી સબજેલ તોડી ભાગી ગયેલા આરોપીને એટીએસની ટીમે મુંબઈથી રાજકોટ જતાં નારોલ ખાતેથી ઝડપી પાડ્યો હતો. આ આરોપી બે હત્યા અને ચારથી વધુ લૂંટ કેસમાં સંડોવાયેલો છે.

એટીએસના અધિકારી બી.પી. રોજિયા અને તેની ટીમે નારોલ વિસ્તારમાંથી દિનેશ ઉર્ફે દેવ રામજન્મ શુકલ (રહે. રેલનગર, રાજકોટ)ને પકડ્યો હતો. મુંબઈથી ખાનગી વાહન મારફતે રક્ષાબંધન કરવા પોતાના વતન રાજકોટ જતો હતો. તેની સામે રાજકોટ-સુરેન્દ્રનગર જિલ્લામાં એક કરતા વધુ મર્ડર તથા લૂટના ગુનાઓ નોંધાયેલ છે. જેમાં ગોંડલમાં લૂટ અને હત્યા, રાજકોટમાં હત્યાનો ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...