તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિડનેપિંગ:સુરતમાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરનાર આરોપીને પોલીસે રેલવે સ્ટેશનથી ઝડપી પાડ્યો

સુરત11 દિવસ પહેલા
પોલીસે આરોપીને રેલવે સ્ટેશનથી ઝડપી પાડ્યો
  • પોલીસ પાસે બાળકીનો ફોટો કે આરોપીનું ચોક્કસ સરનામું નહીં હોવા છતાં કેસ ઉકેલવામાં સફળતા મેળવી
  • આરોપી બાળકીને પંચમહાલ જિલ્લાના કાતોલી ગામ ખાતે તેની કૌટુંબિક મામીના ઘરે મૂકી આવ્યો હતો

સુરતના પાંડેસર વિસ્તારમાં પાલક પિતાએ પોતાની ત્રણ વર્ષની દિકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ગુમ થનાર બાળકીનો કોઈ ફોટોગ્રાફ નહીં હોવા છતાં પોલીસે બાળકીને સફળતા પૂર્વક શોધી કાઢી હતી. બાળકીને તેનો પાડોશી અપહરણ કરીને લઈ ગયો હતો. અપહરણ કરનાર આરોપીનું પણ કોઈ ચોક્કસ સરનામું નહીં હોવા છતાં પોલીસે તેને ઝડપી લીધો હતો.

પાડોશીએ જ અપહરણ કર્યું હતું
પ્રાપ્ત વિગતો પ્રમાણે પાંડેસરા ક્ષેત્રપાલ નગર ગોવાલક રોડ ઉપર રહેતી ત્રણ વર્ષની દિકરીને પડોશના એક વ્યક્તિ સંજય રાવળ તેના પાલક પિતાની પાસેથી તેનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. સંજય રાવળ પાલક પિતા ને કહ્યું કે હું ઈશિતાને થોડીવાર રમાડવા લઈ જાઉં છું એમ કહીને તે નાસી છૂટયો હતો દીકરી પરત ન ફરતા પાલક પિતાએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

બાળકીને ચિલ્ડ્રન હોમમાં મૂકવામાં આવી
બાળકીને ચિલ્ડ્રન હોમમાં મૂકવામાં આવી

આરોપીનું કોઈ ચોક્કસ સરનામું નહોતુ
પાંડેસરા પોલીસ માટે સમગ્ર કેસમાં સૌથી મોટી મુશ્કેલી એ હતી કે આરોપીનો ફોટોગ્રાફ અને કોઈ ચોક્કસ સરનામું ન હતું એટલું જ નહીં નિશ્ચિત આનો પણ કોઈ ફોટો ન હોવાથી કેવી રીતે તપાસ કરવી તે એક મોટો પ્રશ્ન હતો પોલીસે આ અંદાજે 10 હજાર કરતાં વધારે અલગ અલગ ભાષાઓમાં પોસ્ટર છપાવીને નિશિતા ના ગુમ થયા અંગે લોકો સુધી માહિતી પહોંચાડી હતી. આરોપી સંજય રાવળ કેટરીંગના વ્યવસાય સાથે સંકળાયેલો હોય પાંડેસરા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તમામ કેટરીના સાથે જોડાયેલા લોકોના નિવેદનો લેવાના શરૂ કર્યા હતા. સંજય રાવળનું કોઈ ચોક્કસ સરનામું ના હોવાથી પાંડેસરા વિસ્તારમાં તેમજ અન્ય વિસ્તારમાં બ્રિજના નીચે રહેતાં લોકોનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો.

250 જેટલા વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા
પાંડેસરા પોલીસે તેની શોધખોળ કરતા અંદાજે 250 જેટલા અલગ અલગ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા જેમાં તેમને આરોપી ત્રણ વર્ષીય નિશિતાને લઈ જતો હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. સીસીટીવીના આધારે પોલીસે તે વિસ્તારના લોકોનો સંપર્ક કર્યો હતો જેમાં તેમને કેટલીક મહત્વની બાબતો જાણવા મળી હતી. પાંડેસરા પોલીસ સ્ટેશનના દિગ્વિજય સિંહને મળેલી બાતમીના આધારે પોલીસે સુરત રેલવે સ્ટેશન ઉપર વોચ ગોઠવી હતી. સુરત રેલવે સ્ટેશનથી આરોપી સંજય રાવળની ધરપકડ કરવામાં આવી હતી.

હાલ દીકરીને ચિલ્ડ્રન હોમમાં મૂકવામાં આવી છે
પોલીસે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આરોપી સંજય રાવળ અપહરણ કરીને નિશિતા ને પંચમહાલ જિલ્લાના કાતોલી ગામ ખાતે તેની કૌટુંબિક મામીના ઘરે મૂકી આવ્યો હતો. પાંડેસરા પોલીસે જરા પણ વિલંબ કર્યા પંચમહાલ પહોંચીને દીકરીનો કબજો લઈ લીધો હતો. હાલ દીકરીને ચિલ્ડ્રન હોમમાં મૂકવામાં આવી છે આરોપીની કોઈપણ ચોક્કસ ઓળખના પૂરાવા ન હોવા છતાં પાંડેસરા પોલીસે ભારે જહેમત ઉઠાવીને દીકરીને શોધીને સરાહનીય કામગીરી કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો