ચેઈન સ્નેચર સકંજામાં:અમદાવાદમાં વસ્ત્રાપુર અને ઘાટલોડિયામાં સોનાની ચેનની ચીલ ઝડપ કરી વેચતા જતા આરોપી ઝડપાયો

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોનાની ચેઈન સાથે આરોપીની તસવીર - Divya Bhaskar
સોનાની ચેઈન સાથે આરોપીની તસવીર
  • આરોપી પાસેથી રૂ.1.10 લાખની કિંમતની સોનાની બે ચેઈન જપ્ત કરાઈ

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસે સોનાના દોરાની ચીલ ઝડપ કરનાર આરોપીને ઝડપી લીધો છે. આરોપી સોનાની ચેઈનને વેચવા માટે જઈ રહ્યો હતો, ત્યારે જ પોલીસે તેની પાસેથી 1.10 લાખની કિંમતની બે ચેઈન જપ્ત કરી તેની અટકાયત કરી લીધી હતી.

વિગતો મુજબ, અગાઉ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ અને સોનાની ચેઈન લૂંટીને વેચવા માટે વિશાલ ઉર્ફે મહારાજ દવે કુબેરનગરથી ઈન્દીરાબ્રીજ તરફ આવતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી પેટ્રોલિંગ પરની શહેર પોલીસે સરદાર નગર ભદ્રેશ્વર પાણીની ટાંકી પાસેથી બાતમીના આધારે આરોપીને આજે બપોરે 1.50 કલાકે ઝડપી લીધો હતો. સાથે જ તેની પાસેથી રૂ.1.10 લાખની કિંમતની સોનાની બે ચેઈન મળી આવી હતી.

પોલીસે આરોપી વિરુદ્ધ સી.આર.પી.સી. કલમ 41(1)ડી મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી સોનાની ચેઈન જપ્ત કરી છે. આરોપીએ ઘાટલોડિયા અને વસ્ત્રાપુરમાં સોનાના દોરાની ચીલ ઝડપ કરી હતી. આરોપી વિશાલ 7 વર્ષ પહેલા એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો. ઉપરાંત 2020માં પણ વસ્ત્રાપુર તથા ઘાટલોડિયામાં તે વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...