તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેવાનિયત:રાજકોટની દુષ્કર્મ પીડિતાએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને કહ્યું, ડ્રગ્સના નશામાં હેવાન બની આરોપીઓ મને પીખીં નાખતા

અમદાવાદ6 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • સ્નેપ ચેટમાં આરોપીઓ મેસેજ કરતાં પણ યુવતી તેમની રીક્વેસ્ટ સ્વીકારતી ન હતી
 • આખરે કોર્પોરેટ કંપનીમાં નોકરી આપવાની લાલચ આપતાં યુવતી ફસાઈ ગઈ

રાજકોટની યુવતી પર અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાએ લઈ જઈને ડ્રગ્સના નશામાં ગેંગરેપ કરનાર આરોપીઓ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. આરોપીઓ યુવતીની સામે ડ્રગ્સ લેતા અને યુવતીને નોકરી અપાવશે કહીને અનેક વાર બળાત્કાર ગુજારતા હતાં.પીડિત યુવતીએ પોલીસને કહ્યું કે ડ્રગ્સ લીધા બાદ હેવાનો મને રીતસર પીખીં નાખતા હતાં.હાલ યુવતીની મેડિકલ સારવાર બાદ આરોપીઓને ટુક સમયમાં ક્રાઇમ બ્રાન્ચ પકડી લેશે તેવા પ્રયાસો શરૂ કર્યા છે.

નોકરીની લાલચમાં યુવતી ફસાઈ ગઈ
રાજકોટની 23 વર્ષની યુવતી અમદાવાદમાં લૉકડાઉન બાદ નોકરી શોધી રહી હતી. એ અમયે અમદાવાદના ચિટીંગના ગુનાઓ કરતા આરોપીઓ યુવતીના ફોનમાં રહેલી સ્નેપ ચેટ એપમાં મેસેજ કરવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ યુવતી તેમની રિકવેસ્ટ સ્વીકારતી ન હતી જેથી યુવતીના કોમન મિત્ર પાસે આરોપીઓ યુવતીનો સંપર્ક કરવા પ્રયાસ કરતા પણ યુવતીએ વાત ન માની એટલે આરોપીઓએ નોકરી અને કોર્પોરેટ કંપનીમાં ગોઠવી દેવાની લાલચમાં યુવતી ફસાઈ ગઈ હતી.

બે આરોપીઓ જયુડિશિયલ કસ્ટડીમાં છે
પીડીતાએ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ જે વાત કહી તે પ્રમાણે,પ્રજ્ઞેશ તેને શહેરની ફાઈવ સ્ટાર હોટલમાં બોલાવતો હતો જ્યાં નોકરીની લાલચ આપીને તે તેના શરીરને પીખી નાખતો હતો.દર વખતે પ્રજ્ઞેશ તેની સાથે તેના બે મિત્રોને પણ લાવતો અને તે પણ તેની સાથે હેવાનીયતની ચરમસીમા પર કરી દેતા હતા.તેઓ પીડિતાને રાજસ્થાન લઈ ગયા હતા જ્યાં તેમણે સફેદ પાઉડર બતાવ્યો હતો અને કહ્યું આને એમ ડી ડ્રગ્સ કહેવાય છે.જેને લેવાથી શરીરમાં તાકાત આવી જાય છે.

ત્યાર બાદ ડ્રગ્સ લઈને રક્ષસની જેમ યુવતી પર તેઓ તૂટી પડતા હતા. આ સમગ્ર મામલાની તપાસ હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરી રહી છે.આરોપી પૈકીના બે આરોપીઓ હાલ સોલા પોલીસના એક કેસમાં જયુડિશિયલ કસ્ટડીમાં છે .જેમની ટ્રાન્સફર વોરંટના આધારે હવે પોલીસ ધરપકડ કરવા માટે પક્રિયા શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો