• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Accused In The Liquor Case Had Said Against The Sardar Nagar Police Station, "The Police Beat Him With A Belt, The Magistrate Checked Him Off The Dias."

પોલીસ સામે કોર્ટમાં ફરિયાદ:દારૂ કેસના આરોપીએ સરદાર નગર પોલીસ સ્ટેશન વિરુદ્ધ કહ્યું હતું કે, ‘પોલીસે પટ્ટાથી માર્યો, મેજિસ્ટ્રેટે ડાયસ પરથી ઊતરી તપાસ્યો’

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીને પગમાં સોજો હોવાનું જણાતાં કોર્ટે સિવિલ મોકલવા આદેશ કર્યો

દારૂના ગુનામાં પકડાયેલા આરાેપીએ સરદારનગર પાેલીસે પટ્ટાથી માર માર્યાની ફરિયાદ કરતા આરાેપીના શરીર પર ઇજાનું પરીક્ષણ કરવા મેજિસ્ટ્રેટે કાેર્ટના ડાયસ પરથી નીચે આવી ચાલવાનું કહેતાં, પગમાં સાેજા હાેવાથી આરાેપી બરાબર ચાલી શક્યાે નહાેતાે. આથી કાેર્ટે આરાેપીની સિવિલમાં સારવાર કરાવી તેનાે રિપાેર્ટ કાેર્ટમાં રજૂ કરવા પાેલીસને આદેશ કર્યાે હતાે.

કુબેરનગરના ઠાકાેરવાસમાં રહેતા 24 વર્ષીય ગાેવિંદ ઠાકાેરને સરદારનગર પાેલીસે દારૂના ગુનામાં પકડીને મેટ્રાે કાેર્ટમાં રજૂ કર્યાે હતાે. આરાેપી તરફે એડવાેકેટ વાસુદેવ ગાંરગે હાજર રહ્યા હતા. એ વખતે કાેર્ટે આરાેપીને પૂછ્યું હતું કે, પાેલીસ વિરુદ્ધ કાેઇ ફરિયાદ છે? ત્યારે આરાેપી ગાેવિંદે કહ્યું હતું કે, ‘હા, સાહેબ પાેલીસે મને પટ્ટાથી ખૂબ માર્યાે છે. મારે તેમની વિુરદ્ધ ફરિયાદ કરવી છે.’

આરાેપીની વાત સાંભળીને કાેર્ટના ડાયસ પરથી મેજિસ્ટ્રેટે નીચે આવી આરાેપીના શરીર પર થયેલી ઇજાનું પરીક્ષણ કર્યું હતું. આરાેપીના પગમાં સાેજો હતો, આથી કાેર્ટે તેને ચાલવાનું કહેતા આરાેપી યોગ્ય રીતે ચાલી શક્યાે નહાેતાે. આરાેપીના પગની હાલત જાેઇને કાેર્ટે તેને લેખિતમાં ફરિયાદ આપવાનું કહ્યું હતું.

ત્યાર બાદ આરાેપી ગાેવિંદે ફરિયાદમાં લખાવ્યું કે,‘10 પાેલીસ કાેન્સ્ટેબલોએ મારે ઘેર આવીને મને કહ્યું કે, તું હાજર કેમ થતાે નથી?’ ત્યાર બાદ તેને કુબેરનગર ચાેકીએ લઇ જઇને ત્યાં બાંકડા પર સુવડાવી બન્ને પગ પર 35 જેટલા પટ્ટા અને હાથ પર 10 પટ્ટા માર્યા હતા. આરોપીએ કહ્યું હતું કે,‘સરદારનગર પાેલીસ સ્ટેશને લઇ ગયા ત્યારે મેં તેમની પાસે દવા માગી, પરંતુ તેમણે દવા ના આપી. બીજા દિવસે સવારે પેઇન કિલર, સ્પ્રે અને દવાની ગાેળી આપી હતી. ત્રીજા દિવસે પાેલીસ સિવિલમાં લઇ ગઈ હતી, ત્યાં ફરજ પરના તબીબે પગે પાટાે બાંધવાનું કહેતા પાેલીસે ના પાડી હતી અને ત્યાંથી મને સીધાે કાેર્ટમાં લવાયાે છે.’

અન્ય સમાચારો પણ છે...