તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોમતીપુરની સગીરા રેપ કેસ:દુષ્કર્મ કરનારો પિતરાઈ ભાઈ નીકળ્યો, બે દિવસ પહેલાં બાળકીનું મૃત બાળકને જન્મ આપ્યા બાદ મોત થયું હતું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ગાેમતીપુરમાં રહેતી 17 વર્ષની સગીરા તેના પિતરાઇ ભાઇના ઘરે આવતી જતી હતી. એકલતાનાે લાભ ઉઠાવીને પિતરાઇ ભાઇએ સગીર બહેન પર બળાત્કાર ગુજાર્યો હતાે. થાેડા મહિના બાદ સગીરાને પેટમાં દુખાવાે ઊપડતા તે માતા સાથે સારવાર અર્થે ગઇ હતી. જ્યાં તબીબે 8 માસનાે ગર્ભ હાેવાનું જણાવ્યું હતું. સગીરાએ માતાને પિતરાઇ ભાઇએ બળાત્કાર ગુજાર્યો હાેવાનું જણાવ્યું હતું. સગીરનું બાળક મૃત હાલતમાં જન્મયું હતું. તેમજ થાેડા દિવસાે બાદ સગીરાનું પણ માેત નિપજ્યું હતું. ગાેમતીપુર પાેલીસે સગીરા સાથે દુષ્કર્મ કરનારા પિતરાઇ ભાઇની ધરપકડ કરી વધુ કાયર્વાહી હાથ ધરી છે.

ગોમતીપુર પોલીસ સ્ટેશન - ફાઇલ તસવીર
ગોમતીપુર પોલીસ સ્ટેશન - ફાઇલ તસવીર

પ્રેમ સંબંધ હતો કે કેમ તેની તપાસ પોલીસ હાથ ધરી
સગીરાની માતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં સાહિલ નામના યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.કે રાઠોડે જણાવ્યું હતું કે, સગીરા સાથે દુષ્કર્મ બાદ તેને ગર્ભવતી બનાવી હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને એકબીજાને ઓળખતા હતા કે કેમ તે આરોપી સાહિલ અંગે તપાસ કરવાની બાકી છે.

સિવિલ હોસ્પિટલ
સિવિલ હોસ્પિટલ

સગીરાને પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો
ગોમતીપુર વિસ્તારમાં ચારતોડા કબ્રસ્તાન પાસે આવેલી એક ચાલીમાં સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. સગીરાને એક દિવસ અચાનક પેટમાં દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તેને તપાસ કરતાં ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. સગીરા નવ મહિનાનો ગર્ભ હતો અને ડિલિવરી કરતા ગર્ભમાં જ બાળકી મરણ ગયેલી હાલતમાં જન્મ આપ્યો હતો. સારવાર દરમિયાન સગીરાનું પણ મોત થયું હતું.

સગીરાએ સાહિલ નામના શખસે ગર્ભવતી બનાવી હોવાનું કહ્યું
જ્યારે પોતે ગર્ભવતી હોવાની જાણ થતાં સગીરાએ પોતે સાહિલ નામના શખસે ગર્ભવતી બનાવી હોવાનું જણાવ્યું હતું. આ મામલે સગીરાની માતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી સાહિલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર, અપહરણ અને પોક્સો સહિતની કલમો લગાવી ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...