કામગીરી:ગરબામાં છેડતી કરનારાને પકડવા 91 ‘શી’ ટીમ ચણિયા ચોળી પહેરીને ફરશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • નવરાત્રીમાં રોજ રાતે 15 હજારથી વધુ અધિકારી-કર્મચારીઓ તહેનાત રહેશે
  • રાતે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વાગતું હશે તો આયોજકની ધરપકડ કરાશે
  • ​​​​​​​સોશિયલ મીડિયા પર ધર્મ કે જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરનાર સામે પણ ગુનો નોંધાશે

સોસાયટી, શેરી અને ફ્લેટોમાં યોજાનારા રાસ-ગરબાના કાર્યક્રમમાં તેમ જ રસ્તા પર યુવતીઓની છેડતી કરતા રોમિયોને પકડવા મહિલા પોલીસની 91 ‘શી’ ટીમો ચણિયા ચોળીમાં તહેનાત રહેશે. આ તમામ શી ટીમો રાતે 8 વાગ્યાથી જ જુદી જુદી સોસાયટીઓમાં જશે. નવરાત્રીમાં રોજ રાતે 15 હજારથી પણ વધુ અધિકારી-કર્મચારી બંદોબસ્તમાં રહેશે. રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વાગતું હશે તો આયોજક સામે ગુનો નોંધી પોલીસ ધરપકડ કરશે.

નવરાત્રીમાં 78 હોક બાઇક, ખાનગી બાઇક તેમ જ સરકારી વાન મળીને 500થી પણ વધુ વાહનોનું ક્રોસ પેટ્રોલિંગ રહેશે. આ અંગે કંટ્રોલ ડીસીપી ડો. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, રાસ-ગરબા દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન કરાવવામાં આવે. 400થી વધુ લોકો રાસ-ગરબાના સ્થળે ભેગા ન થાય, જ્યારે લાઉડ સ્પીકર રાતે 12 વાગ્યા સુધી જ વગાડવું. તેમ છતાં જો લાઉડ સ્પીકર ચાલુ હશે કે કોઈ ફરિયાદ કરશે તો આયોજક સામે ગુનો નોંધી ધરપકડ કરાશે.

નવરાત્રીમાં સરકારે કર્ફ્યૂમાં 1 કલાકની છૂટછાટ આપી 12થી સવારે 6 સુધી કર્ફ્યૂ રાખ્યો છે. આ સાથે ખાણીપીણી બજાર, હોટેલ-રેસ્ટોરાં પણ રાતે 12 સુધી ખુલ્લાં રાખી શકાશે. જોકે આવી જગ્યાએ લોકોની ભીડ ભેગી થતી હોવાથી પોલીસની સતત વોચ રહેશે.

અન્ય સમાચારો પણ છે...