પદવીદાન સમારોહ:ગુજરાત વિદ્યાપીઠમાં યોજાશે 67મો પદવીદાન સમારોહ, 1665 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે

અમદાવાદ2 મહિનો પહેલા
ગુજરાત વિદ્યાપીઠની ફાઈલ તસવીર
  • ગુજરાત વિદ્યાપીઠ દ્વારા 18મી ઓક્ટોબરે કુલ 9 પરિસરમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે

ગુજરાત વિદ્યાપીઠમાં એક વર્ષ પદવીદાન સમારોહ બંધ રહ્યો હતો. ત્યારે આ વર્ષે 67મો પદવીદાન સમારોહ 18 ઓક્ટોમ્બરે યોજાશે. આ પદવીદાન સમારોહ અમદાવાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર પંકજ ચંદ્રાના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ વર્ષે યોજાનાર પદવીદાનમાં કુલ 1665 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. જે પૈકી 1163 વિદ્યાર્થીઓ ઓનલાઇન માધ્યમથી પદવી મેળવશે. જ્યારે 502 જેટલા વિદ્યાર્થીઓ રૂબરૂ હજાર રહીને પદવી મેળવશે.

19 વિદ્યાર્થીઓને આ વર્ષે મળશે ગોલ્ડ મેડલ
આ વર્ષે યોજાનાર પદવીદાન સમારોહમાં ગત વર્ષ અને આ વર્ષે કુલ મળીને 19 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 8 વિદ્યાર્થીઓને સિલ્વર અને 89 વિદ્યાર્થીને બ્રોન્ઝ, અને 10 વિદ્યાર્થીઓને રોકડ પુસ્કાર એનાયત કરવામાં આવશે. મહત્વનું છે કે કોરોનાનું સંક્રમણ યથાવત હોઈ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આ સમારોહ કુલ 9 પરિસરમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે.

વિદેશી વિદ્યાર્થીઓને નહીં મળે એવોર્ડ
નોંધનીય છે કે, ગતવર્ષે કોરોનાની મહામારીના કારણે પદવીદાન સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો હતો. જ્યારે આ પદવીદાન સમારોહ તો યોજાશે પરંતુ એકપણ વિદેશી વિદ્યાર્થીને પદવી આપવામાં નહીં.