ચંદ્રગ્રહણ:આજે થનારા અંશત: ચંદ્ર ગ્રહણનો 3.28 કલાકનો સમયગાળો છેલ્લા 580 વર્ષમાં સૌથી લાંબો હશે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બપોરે 12.48થી શરૂ થનારા ગ્રહણનો 4.17એ મોક્ષ થશે, રાજ્યમાં પાળવાનું રહેશે નહીં

19 નવેમ્બરે થનારા આંશિક ચંદ્ર ગ્રહણનો સમયગાળો છેલ્લા 580 વર્ષમાં સૌથી લાંબો હશે. આ ગ્રહણ ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં જ દેખાશે. ખગોળ શાસ્ત્રીઅોના જણાવ્યા મુજબ અંશત: ચંદ્ર ગ્રહણ બપોરે 12.48એ ચાલુ થશે અને સાંજે 4.17એ ગ્રહણનો મોક્ષ થશે. આમ ગ્રહણનો સમયગાળો 3 કલાક 28 મિનિટ અને 24 સેકન્ડનો રહેશે.

જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, અરુણાચલ પ્રદેશ અને આસામના કેટલાક ભાગોમાં ચંદ્રોદય પછી ગ્રહણનો અંત ભાગ જ જોઈ શકાશે. આ ગ્રહણની કોઈ ધાર્મિક માન્યતા નહિ રહે.

ભોપાલના ખગોળશાસ્ત્રી સારિકા ઘારુના જણાવ્યા પ્રમાણે, અરુણાચલ પ્રદેશના પહાડી વિસ્તારમાં શુક્રવારે સાંજે 4:17 વાગ્યે થોડી સેકન્ડ માટે ગ્રહણ દેખાશે. ત્યારબાદ પેનુમ્બ્રલ ચંદ્રગ્રહણ શરૂ થશે, જે 5:33 મિનિટ સુધી રહેશે. પેનુમ્બ્રલ ચંદ્રગ્રહણમાં ચંદ્રની આગળ ધૂળ જેવું લેયર દેખાય છે. તેનું ન કોઈ જ્યોતિષી મહત્ત્વ છે, ન તો તેની કોઈ અસર થાય છે.

ચંદ્રગ્રહણના 15 દિવસ પછી 4 ડિસેમ્બરે કારતકી અમાસે સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ પણ વર્ષનું છેલ્લું ગ્રહણ હશે. ભારતમાં આ ગ્રહણ જોવા મળશે નહીં. 2022માં 16 મેએ ફરી ચંદ્રગ્રહણ થશે અને આ ગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં. વિક્રમ સંવત 2078ના વર્ષમાં પાંચ ગ્રહણ સર્જાવાના છે જેમાંથી ભારત અને ગુજરાતમાં માત્ર એક જ ગ્રહણ દેખાશે. 25 ઓક્ટોબર 2022 કે આવતી દિવાળીના રોજ ગુજરાતમાં સૂર્યગ્રહણ સર્જાશે.

હવે પછી ફેબ્રુઆરી 2669માં 3 કલાકથી વધુ ગ્રહણકાળ રહેશે
અગાઉ ફેબ્રુઆરી 18, 1440એ આટલો લાંબો સમયગાળો ધરાવતું ચંદ્ર ગ્રહણ થયું હતું. હવે પછી ફેબ્રુઆરી 8, 2669ના રોજ આટલું લાબું ચંદ્ર ગ્રહણ થશે.ઉત્તર-પૂર્વ ભારતના જે ભાગોમાં ગ્રહણ દેખાશે ત્યાં પણ ગ્રહણ નિહાળવાનો સૌથી શ્રેષ્ઠ સમય બપોરે 2.34નો છે. આ સમયે પૃથ્વીના પડછાયાથી 97 ટકા ચંદ્ર ઢંકાઈ ગયેલો હશે. ઉપરાંત ચંદ્ર પૂર્વ ક્ષિતિજની અત્યંત નજીક હશે. સૂર્ય પ્રકાશના લાલ કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈ ચંદ્ર પર પડતા હોવાથી ગ્રહણના દિવસે ચંદ્ર રાતો દેખાશે. આ અંશત: ચંદ્ર ગ્રહણ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને પેસિફિક પ્રદેશોમાં જોઈ શકાશે. ચંદ્ર ગ્રહણ ખગ્રાસ, ખંડગ્રાસ અને કંકણાકૃતિ એમ ત્રણ પ્રકારના હોય છે.

અન્ય સમાચારો પણ છે...