AMCની કડક કાર્યવાહી:સીલ ખોલી નાખનારી 2212 મિલકતો ફરી સીલ કરી દેવાશે

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સીલ કરાયેલી 22394 મિલકતમાંથી 13624એ ટેક્સ ભર્યો
  • કેટલાકે​​​​​​​ થોડું પેમેન્ટ કર્યું, કેટલાકે એમનેમ સીલ ખોલી નાખ્યા

મ્યુનિ. ટેક્સ વિભાગે હાથ ધરેલી ઝુંબેશમાં ફેબ્રુઆરી-માર્ચમાં 22394 મિલકતોને ટેક્સના બાકી લેણાં મામલે સીલ કરી હતી. જોકે તે પૈકી 2212 મિલકત ધારકોએ બાકી લેણાંના પાર્ટ પેમેન્ટ કરી દઇ કે ટેક્સ ન ચૂકવ્યો હોવા છતાં સીલ ખોલી નાખ્યા છે. હવે મ્યુનિ.એ આ અંગે સરવે હાથ ધર્યો છે. આવા કસૂરવાર સામે ફરી સીલિંગ, જપ્તી સહિતના પગલા લેવાની ચીમકી રેવન્યુ કમિટિ ચેરમેન જૈનિક વકીલે ઉચ્ચારી છે.

રેવન્યુ કમિટિની બેઠકમાં ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં થેયલી સીલિંગ ઝુંબેશ બાબતે હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં 22394 મિલકત ધારકો પૈકી 13624 મિલકત ધારકોએ બાકી ટેક્સની પૂરી રકમ ચૂકવી દેતાં તેમના સીલ ખોલી દેવામાં આવ્યા છે. 1247 મિલકતોનું ફરીથી ચેકિંગ કરવામાં આવ્યું છે.

સીલિંગની ઝોનવાર સ્થિતિ

ઝોનસીલસીલ
ખૂલ્યા
મધ્ય2901209
ઉત્તર3002195
દક્ષિણ1902201
પૂર્વ197920
પશ્ચિમ4712602
ઉ.પશ્ચિમ4173123
દ.પશ્ચિમ3725862
કુલ223942212

આ રીતે સીલ ખોલી નાખનારને 3 દિવસમાં ટેક્સના નાણાં ભરવા માટે નોટિસ આપવામાં આવશે. તે બાદ તેમને વોરંટ આપી 15 દિવસનો સમય આપ્યા છતાં ટેક્સ નહીં ભરે તો તેમની મિલકતને જપ્ત કરીને તેનું ઓક્શન કરાશે.

અન્ય સમાચારો પણ છે...