તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMTSની પ્રથમ બેઠકમાં વિવાદ:4 વર્ષ જૂનાં ટેન્ડરની રકમમાં 92 લાખના વધારાની 2017ની દરખાસ્ત ફરી રજૂ કરાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાલ દરવાજા ખાતે પ્લેટફોર્મ નં.1થી 7માં નવું બિલ્ડિંગ બનાવવા માટેના ટેન્ડરની રકમમાં 92 લાખના વધારાની 2017ની દરખાસ્ત ફરી રજૂ કરાઈ

મ્યુનિ. એએમટીએસ કમિટીની પ્રથમ બેઠક જ વિવાદાસ્પદ રહી અધિકારીઓએ 2017ની પ્રપોઝલને ફરીથી નવા વાધા પહેરાવીને પ્રથમ બેઠકમાં જ રજૂ કરી દીધી હતી. જોકે કમિટીએ આ દરખાસ્તને વિચારણા માટે મૌકુફ રાખી છે. લાલદરવાજા ખાતે બનેલા પ્લેટફોર્મ નં. 1 થી 7માં નવું બિલ્ડિંગ બનાવવા માટેના ટેન્ડરમાં અંદાજની મર્યાદામાં કામ માટે 91.69 લાખનો વધારો નાંખવામાં આવ્યો હતો. પ્રથમ બેઠકમાં જ બે કામને પરત કરાયા છે. જેમાં કોન્ટ્રાક્ટરની બસો જ્યાં પાર્ક થાય છે તેની દેખરેખ માટે 110 સિક્યોરિટી ગાર્ડ મુકવા માટેની વિવાદાસ્પદ દરખાસ્ત મુકવામાં આવી હતી. જેને હાલ મોકૂફ રખાઈ છે. એએમટીએસ એક સ્થાનિક સ્વરાજ્યની સંખ્યાનું એકમ હોવાથી તેના પેટે વસૂલાયેલા 4 કરોડના જીએસટી પરત લાવવા માટે દરખાસ્તને પણ કમિટીએ મંજૂર કરી છે.

કોન્ટ્રાક્ટરોની બસ માટે મુદત 1 વર્ષ વધી
શહેરમાં કોરોના સમયગાળામાં બંધ રહેલી ખાનગી ઓપરેટરની બસોને મ્યુનિ. કમિશનરે 3 મહિના માટે તેમના કોન્ટ્રાક્ટ વધારી આપ્યા હતા. સોમવારે મળેલી એએમટીએસ કમિટીની બેઠકમાં વધુ એક વર્ષ માટે આ મર્યાદા વધારાઈ છે. કોરોના કાળ દરમિયાન બંધ રહી તે સમયે તેમને 30 ટકા લેખે રકમ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...