તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખર્ચ બેકાર:આઇસોલેશન વોર્ડમાં ફેરવાયેલા 200 કોચ સાત મહિનાથી ધૂળ ખાઈ રહ્યા છે

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રત્યેક કોચમાં કોરોનાના 8 દર્દીને સારવાર આપી શકાય તેવી વ્યવસ્થા
  • કાંકરિયા વર્કશોપ, સાબરમતી સહિત અમદાવાદ ડિવિઝનમાં 70 કોચ તૈયાર કરાયા

અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે, જેના પગલે કોવિડ હોસ્પિટલોમાં બેડ ભરાયેલા છે. બીજી બાજુ ઓછાં લક્ષણો ધરાવતા કોરોનાના દર્દીઓને આઈસોલેશનમાં રાખવા માટે રેલવેએ કરોડો રૂપિયા ખર્ચીને જૂના કોચમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યાં હતા, જે હાલમાં ધૂળ ખાઈ રહ્યા છે. અમદાવાદ ડિવિઝનમાં 70 કોચ મળી ગુજરાતમાં લગભગ 200 જેટલા કોચને આઈસોલેશન વોર્ડમાં તબદીલ કરવામાં આવ્યા છે.

ઉપરાંત રાજકોટમાં 20, ભાવનગરમાં 40, ભાવનગર વર્કશોપમાં 45 કોચને આઈસોલેશન કોચમાં તબદીલ કરાયા હતા. અમદાવાદના કાંકરિયા વર્કશોપ, અમદાવાદ, સાબરમતી, ગાંધીધામ અને ભુજ ખાતે પણ આઈસોલેશન કોચ તૈયાર કરાયા હતા. દરેક કોચમાં 8 દર્દીને સારવાર આપી શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે. દર્દીઓની સુવિધા માટે દરેક કોચમાં વચ્ચે (મીડલ)ની સીટ દૂર કરવાની સાથે કોચમાં એક ટોઇલેટને બાથરૂમમાં તબદીલ કરી દેવાયો છે, જેમાં ડોલ, મગ, પાટલા સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે. જ્યારે પહેલી કેબિનમાં મેડિકલ સ્ટાફ બેસશે.

બેડ પરની ચાદરો ગાયબ, સીટો પર ધૂળ જામી ગઈ
આઇસોલેશનમાં ફેરવાયેલા રેલવેના કોચની સીટો પર ધૂળના થર જામી જવાની સાથે આ કોચની બારી પર લગાવવામાં આવેલી નેટ ફાટી ગઈ છે. કોવિડ કોચમાંથી બેડ પરની ચાદરો ગાયબ થઈ ગઈ છે. કોચમાં ઓક્સિજન સિલિન્ડર અને મોં પર લગાવવામાં આવતી ટ્યૂબ પર ધૂળના થર જામી ગયા છે.

ડિમાન્ડ મુજબ રેલવે વિભાગ કોચ આપવા તૈયાર છે
રેલવે અધિકારીએ જણાવ્યું કે, અમદાવાદ ડિવિઝનમાં 70 જેટલા કોચ મળી પશ્ચિમ રેલવેમાં 200 જેટલા કોચને આઇસોલેશન કોચમાં તબદીલ કરાયા છે, જે માટે 15થી 20 વર્ષ જૂના કોચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રેલવે દ્વારા આ તમામ કોચ તૈયાર કર્યા બાદ સરકારને તેની જાણ કરી દેવામાં આવી છે. સરકાર જરૂરિયાત મુજબ જ્યારે પણ કોચની ડિમાન્ડ કરશે. રેલવે દ્વારા આ કોચ તેમને ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...