ગુજરાત વિદ્યાપીઠના પ્રૌઢ શિક્ષણ વિભાગમાં રોજગાર કૌશલ્ય તાલીમનું આયોજન કરવામાં આવશે. શહેરના પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામા આવનાર આ તાલીમમાં 18થી 35 વર્ષ સુધીના યુવાનોને કોમ્પ્યુટર અને પર્સનાલિટી ડેવલપમેન્ટના વિવિધ કોર્સ શીખવશે.
આ સંપૂર્ણ કોર્સ નિઃશુલ્ક રાખવામાં આવ્યા છે. જેમાં જોડાવા માટે ફક્ત લખતા અને વાંચતા આવડતું હોવુ જરૂરી છે. આ કોર્સ આગામી અઠવાડિયાથી શરૂ કરવામાં આવશે. આ કોર્સમાં જોડાનાર યુવાનો ઘરે પણ પ્રેક્ટિસ કરી શકે તે અર્થે 5 લોકોના ગ્રૂપમાં એક લેપટોપ પણ આપવામાં આવશે.
કોમ્પ્યુટર બેઝિક ટેક્નિક સાથે પર્સનાલિટી ડેવલપમેન્ટ સ્કિલ શીખવાશે
કોમ્પ્યુટર કોર્સમાં MS વર્ડ-વર્ડ પ્રોસેસિંગ, MS એકરેલ-સ્પ્રેડ શીટ, MS પાવર પોઈન્ટ-પ્રેઝન્ટેશન સ્કિલ, સોશિયલ નેટવર્કિંગ સ્કિલ શીખવવામાં આવશે. પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સમાં કોમ્યુનિકેશન સ્કિલ, પબ્લિક સ્પીકિંગ, પ્રોબ્લમ સોલ્વિંગ, ઈન્ટરવ્યુ સ્કિલ જેવી સ્કિલ્સ શીખવાડાશે.
યુવાનો માટે દરેક સેક્ટર્સમાં જોબ મેળવવાની તકો સર્જાશે
આ કોર્સ થકી યુવાનોને એડમિન, મેઈન્ટેન્સ, એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, રેસ્ટોરન્ટ-હોટેલ, સેલ્સ-માર્કેટિંગ, ટેલિકોમ્યુનિકેશન, ફાઈનાન્સ, રિટેલ જેવા સેક્ટર્સમાં જોબ મળી શકશે.
2 મહિનાના કોર્સ બાદ જોબ પ્લેસમેન્ટ ફેર પણ યોજાશે
એક બેચમાં 60 યુવાનોનો સમાવેશ કરવામાં આવશે. જે 2 મહિના સુધી સોમવારથી શનિવાર રોજના દોઢ કલાક સુધી ચાલશે. કોર્સ પૂરો થયા બાદ યુવાનો માટે જોબ પ્લેસમેન્ટ ફેરનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં વિવિધ કંપનીના રિપ્રઝેન્ટેટર્સ યુવાનોનો ઈન્ટરવ્યૂ લેશે.
અત્યારસુધી 960 યુવાનોને રોજગાર પૂરો પડાયો છે
આ કોર્સમાં રોજગારી મેળવવા ઇચ્છુક યુવાનોની સાથે હાઉસ વાઇફ બહેનો પણ જોડાય છે. અમદાવાદમાં બીજા ઘણાં સેન્ટરમાં પણ અમે યુવાનો માટે આ પ્રકારના ફ્રી કોર્સની શરૂઆત કરી છે. અત્યારસુધી 960 યુવાનોને રોજગારી પૂરી પાડી શક્યા છીએ. > પ્રેમ યાદવ, કો-ફાઉન્ડર,સીઈઓ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.