તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સક્લૂસિવ:14 કલાકની રથયાત્રા આ રીતે 6 કલાકમાં પૂરી થશે, જાણો રૂટનું સ્પોટ ટુ સ્પોટ ટાઇમ મેનેજમેન્ટ

3 મહિનો પહેલાલેખક: કિશન પ્રજાપતિ

આ સોમવારે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે. કોરોના મહામારીને લીધે આ વખતે ભગવાનની 14 કલાકની રથયાત્રા 5થી 6 કલાકમાં પૂરી થઈ જશે. જોકે દર વર્ષે 22 કિલોમીટરના રૂટ પરથી પસાર થતી ભગવાનની રથયાત્રા 12થી 15 કલાકમાં પૂર્ણ થાય છે, પણ આ વખતે 6 કલાકમાં રથયાત્રા પૂરી કરવા માટે ખલાસીઓ દ્વારા રથનું ખાસ ટાઇમ મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. દિવ્ય ભાસ્કરે ખલાસી એસોસિયેશનના મેમ્બર કૌશલ ખલાસ સાથે સમગ્ર રૂટ પર ફરી રથ નિજમંદિર કેટલા વાગ્યે પરત ફરશે એની રજેરજની માહિતી અને મેનેજમેન્ટ જાણ્યું હતું.