ઇલેકટ્રિકનો સામાન ચોરી કરવાના ગુનામાં 3 આરોપીને જુદા જુદા 25 કેસમાં સેશન્સ કોર્ટે કરેલી કુલ 125 વર્ષની સજા જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે રદ કરી હોવાનો પ્રથમ કિસ્સો ગુજરાત હાઇકોર્ટમાં નોંધાયો છે. દરેક કેસમાં ટ્રાયલ કોર્ટે 3 અને 5 વર્ષની સજા આપી હતી. જેમા અલગ ગુનામાં 5 વર્ષની સજા વારાફરતી ભોગવવી તેવો આદેશ હતો. આ સજા સામે આરોપીઓએ બે અપીલ કરી હતી. કોર્ટે અપીલને ગ્રાહ્ય રાખીને આરોપીને સજામાંથી મુકત કરવા આદેશ કર્યો છે.
જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે સજા રદ કરતા એવું અવલોકન કર્યુ છે કે,રાજકુમાર વિશ્વકર્મા, શ્રીકેશસિંહ રાજપૂત અને અશ્વિન પટેલ નામના આરોપી સામે ઇલેકટ્રિકનો સામાન ચોરી કરવાની કુલ 25 ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસમાં અલગ અલગ કલમો હેઠળ 3-3 વર્ષની અને કોઇ કલમ હેઠળ 5 વર્ષની સજા ફટકારી હતી. સાથે દંડની રકમ ન ભરે તો વધુ એટલા વર્ષ જેલમાં રહેવાની સજા ફટકારી હતી. ચુકાદાને હાઇકોર્ટમાં પડકારતા કોર્ટે 3 આરોપીની બધી સજા રદ કરી હતી.કોર્ટે તેના ચુકાદામાં ઠેરવ્યું છે 125 વર્ષ સુધીની સજા ભોગવવી પડે તેવા સંતોષકારક પુરાવા મળ્યા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.