તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરગથ્થુ ઉપચાર સામે કોરોના હાર્યો:103 વર્ષના દાદી કોરોનામાં દવાની સાથે સાથે એક મહિના સુધી રોજ એક પ્લેટ બરફના ગાંગડા ચૂસી સ્વસ્થ થયા

અમદાવાદ7 દિવસ પહેલાલેખક: પ્રતીક ભટ્ટ
  • કૉપી લિંક
નારણપુરામાં રહેતા 103 વર્ષના સ્વાતંયસેનાની કમળાબેન ભાવસારની તસવીર - Divya Bhaskar
નારણપુરામાં રહેતા 103 વર્ષના સ્વાતંયસેનાની કમળાબેન ભાવસારની તસવીર
  • વય વધુ હોવાથી કમળાબાને કોરોના થતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો

નારણપુરામાં રહેતા 103 વર્ષના સ્વાતંયસેનાની કમળાબેન ભાવસારે કોરોના થયા બાદ સતત એક માસ સુધી ડોક્ટરે સૂચવેલી દવા સાથે બરફના ગાંગડા (રોજની બરફની એક પ્લેટ)ચૂસી અને જ્યૂસનું સેવન કરીને કોરોનાને હરાવ્યો હોવાનો પરિવારે દાવો કર્યો છે.

કોરોનામાં જરા પણ અન્નનું સેવન કર્યું નહોતું
1918માં ખંભાત ખાતે જન્મેલા કમળાબેન ભાવસારને એપ્રિલ માસના અંતમાં કોરોના થયો હતો. કોવિડ-19ની ગાઈડલાઈન અંતર્ગત ડોક્ટર્સની સલાહ અનુસાર ઈન્જેક્શન, બાટલા ચડાવાયા હતા. જો કે તેમની વય વધારે હોવાથી પરિવારનો આગ્રહ હોવા છતાં જરા પણ અન્નનું સેવન કર્યું ન હતું અને પરિવારની અપેક્ષાથી વિપરિત બરફના ગાંગડાની માગણી કરી હતી. તેમના પુત્ર પ્રશાંત અને પુત્રવધૂ યોગિનીની આનાકાનીની પરવા કર્યા વિના પોતાની માગણી પર મક્કમ રહીને બરફના ગાંગડાના સેવનની સાથે સ્વજનોના આગ્રહથી ફળોનો જ્યૂસ પણ પીવાનું ચાલુ રાખ્યું હતું. ધીરે ધીરે રોજની એક ટ્રે ભરીને બરફનાના ગાંગડા ચૂસવા તેમનો નિત્યક્રમ બની ગયો છે.

કોરોના થવાથી જીવશે કે કેમ તેવી ચિંતા હતા
પુત્ર-પુત્રવધૂએ કહ્યું, ‘અમારા પરિવારમાં તમામને કોરોના થયા બાદ અમારી માતાને કોરોના થયો. કોરોનાની લહેરમાં અમને સ્વાભાવિક ચિંતા થઈ કે એક તો માતાની ઉંમર વધારે હતી અને કોરોના થવાથી તેઓ હવે જીવશે કે કેમ?, પરંતુ અમારી ધારણાથી વિપરિત તેઓ અત્યારે કોરોનામુક્ત બનીને સ્વસ્થ થઈ ગયાં છે.’

આઝાદીની લડતમાં ભાગ લેવા માટે કમળાબાએ સરકારી નોકરી છોડી દીધી હતી
ખંભાત, બોરસદ, અમદાવાદમાં સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લેનાર કમળાબેન અમદાવાદ મ્યુનિ.કોર્પો.ની સ્કૂલમાં શિક્ષક રહી ચૂક્યાં છે. પીટીસીની શૈક્ષણિક લાયકાત ધરાવતા કમળાબેને સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લેવાને કારણે ખાડિયા ઢાળની પોળ પાસેની મ્યુનિ.કોર્પો.ની સ્કૂલમાં શિક્ષિકાની નોકરી છોડી હતી. જો કે પાછળથી તેમને આ સ્કૂલમાં નોકરીમાં જોડાવા માટેનું આમંત્રણ અપાયું હતું.

દાદીને 151 વર્ષ જીવવાની ઈચ્છા છે
કોરોનાથી મુક્તિ અને મારા લાંબા આયુષ્ય પાછળ કદાચ ડોક્ટરોની દવા ઉપરાંત મારી જીજીવિષા અને હકારાત્મક દ્રષ્ટિકોણ જવાબદાર છે. મારા જીવનકાળ દરમિયાન મેં કાંઈ પણ નકારાત્મક વિચાર્યું નથી. મારું મનોબળ પણ મજબૂત છે. મને 151 વર્ષ સુધી જીવવાની મહેચ્છા છે. > કમળાબેન ભાવસાર