ખેડાના ઠાસરના ધારાસભ્ય કાંતિભાઈ પરમારે લેન્ડ ગ્રેબિંગ અંગે કરેલ ફરિયાદ પરની કાર્યવાહી પર હાઇકોર્ટે રોક લગાવી છે. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં લેન્ડ ગ્રેબિંગ મામલે ઠાસરાના ધારાસભ્ય એ કુલ 10 લોકો સામે ફરિયાદ કરી હતી. જેને ગુજરાત હાઇકોર્ટમાં એક ફરિયાદી દ્વારા પડકારવામાં આવી. જેને લઇને ગુજરાત હાઇકોર્ટ તપાસ પર રોક લગાવવાનો આદેશ કર્યો છે.
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ફાગવેલ ગામમાં જમીન પચાવી પાડવા સંદર્ભે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ પરમારે 10 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં 1 શિક્ષકનો પણ શમાવેશ થાય છે. જેને એક શિક્ષક, કે જેના પર આરોપ લગાવવામાં આવ્યો છે, તે અરજદાર શિક્ષક દ્વારા રજુઆત કરાઈ છે કે કથિત પચાવી પાડેલ જમીનને તેની સાથે કોઈ લેવા દેવા નથી. જેથી તેની સામે થયેલ ફરિયાદ સાચી નથી. શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલ હોવાથી તેને આ જમીન પર કદી પણ ખેતી કે અન્ય કોઈ પ્રવૃત્તિ નથી કરેલી, જેથી આ ફરિયાદ ખોટી છે.
આ બાબતે અરજદાર ઉત્કર્ષ દવેએ જણાવ્યું કે,' આ પહેલી વાર છે કે આ પ્રકારે લેન્ડ કોઈ ધારાસભ્યએ ફરિયાદ નોંધાવી હોય. મોટી વાત એ છે કે, ધારાસભ્ય ફરિયાદમાં પોતે ધારાસભ્ય હોવાનો ઉલ્લેખ પણ નથી કર્યો.'
પ્રસ્તુત કિસ્સામાં મૂળ જમીનના માલિકે 10 લોકો, કે જેમની સામે ફરિયાદ થઈ છે, તેમને ભૂતકાળમાં પૈસા આપી તેમને જમીન ખેડવા આપી હતી, જે બાબતે સ્ટમ્પ પેપર પર લખાણ પણ કરવામાં આવ્યું હતું. જોકે બાદમાં જમીનના માલિકે બારોબાર, 10 લોકોને જાણ કર્યા વિના જ, આ જમીન ધારાસભ્યને વહેંચી દીધી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.