PMએ એમ્બ્યુલન્સ માટે કાફલો રોક્યો:ગાંધીનગરથી અમદાવાદ જઈ રહ્યા હતા વડાપ્રધાન, કોન્વોયને અટકાવી એમ્બ્યુલન્સને આગળ જવા દીધી

અમદાવાદ2 મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરથી અમદાવાદ આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં એક એમ્બ્યુલન્સ તેમના કોન્વોય પાછળથી આવી રહી હતી, દરમિયાન કોન્વોયને અટકાવીને એમ્બ્યુલન્સને આગળ જવા દીધી હતી. વડાપ્રધાન નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. તેનો વીડિયો પ્રધાનમંત્રીના કાફલા પૈકીની એક કારમાંથી લેવામાં આવ્યો છે, જેને જારી કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાપુર ખાતેથી રિમોટ કંટ્રોલથી સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ થલતેજથી વસ્ત્રાલના મેટ્રોના ફેઝ-1ના રૂટનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે. તેઓ ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસમાં બેસીને જ કાલુપુર મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કર્યું હતું. ભાજપ હંમેશાં ડબલ એન્જિન સરકારની વાત કરતી હોય છે, પરંતુ ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાં આજે ખરા અર્થમાં વડાપ્રધાન મોદીની ડબલ એન્જિન ચૂંટણીરેલ જોવા મળી છે. મોદીએ એઈસી ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધીને કહ્યું હતું કે અરે, મારા અમદાવાદીઓ... મારે આજે અમદાવાદને સો સો સલામ કરવી છે......

ડબલ એન્જિન સરકારે વિકાસની ઝડપ વધારી
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે અમદાવાદીઓ માટે આ આનંદનો પ્રસંગ છે. મેટ્રો અને વંદે ભારત ટ્રેનની આજે ભેટ મળી છે. પહેલાં સાબરમતીમાં બાળકો ક્રિકેટ રમતાં, આજે નદી છલોછલ ભરાયેલી છે. પીએમ મોદીની ઈચ્છાશક્તિથી વિકાસનો નવો ઈતિહાસ રચાયો છે. ડબલ એન્જિન સરકારને કારણે વિકાસની ઝડપી વધી છે.

સભા સ્થળથી રિમોટથી લોકાર્પણ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે ટ્રેનની મુસાફરી પણ કરી છે. હવે અમદાવાદ મેટ્રો રેલ ફેઝ 1ના પશ્ચિમ કોરિડોરના થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટનો પ્રારંભ કરાવી દીધો છે. વડાપ્રધાન ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન આવી પહોંચ્યા છે, ત્યાંથી કાલુપુર મેટ્રો સ્ટેશન ખાતે પહોંચીને મેટ્રોમાં સવાર થયા છે. મેટ્રો રેલમાં બેસી દૂરદર્શન થલતેજ ખાતે જાહેર સભાના સ્થળે પહોંચ્યા છે. જાહેર સભાના સ્થળે સવારથી જ મોટી સંખ્યામાં લોકો સભા સ્થળે પહોંચ્યા છે. અહીં તેઓ સભાને સંબોધશે.

મેટ્રોની મુસાફરી કરી વિદ્યાર્થિની અને યુવતીઓ સાથે વાતચીત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલુપુર મેટ્રો સ્ટેશનથી થલતેજ દૂરદર્શન કેન્દ્ર સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. મેટ્રો ટ્રેનમાં મુસાફરી દરમિયાન તેઓએ વિદ્યાર્થિનીઓ અને યુવતીઓ સાથે વાતચીત કરી હતી.

વંદેભારત ટ્રેન અને મેટ્રો ટ્રેનની મુસાફરીનાં વખાણ કર્યા
ત્રણવાર ભારત માતા કી જય બોલાવીને વડાપ્રધાને સભાને સંબોધવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે 21મી સદીના ભારત અને અર્બન કનેક્ટિવિટી માટે અને આત્મનિર્ભર ભારત માટે આજે બહુ મોટો દિવસ છે. થોડીવાર પહેલાં મેં ગાંધીનગર-મુંબઈની વંદે ભારત એક્સપ્રેસની ઝડપી મુસાફરીનો અનુભવ કર્યો, આ મુસાફરી તો કેટલીક મિનિટો જ હતી, પરંતુ મારા માટે ગૌરવથી ભરેલી ક્ષણ હતી. દેશની ત્રીજી અને ગુજરાત પહેલી વંદે ભારત ટ્રેન છે. કાલુપુર રેલવે સ્ટેશનથી કાલુપુર મેટ્રો સ્ટેશન, અને ત્યાંથી અમદાવાદ મેટ્રોની મુસાફરી કરી હું થલતેજ પહોંચ્યો, એટલે કે કોઈ બહારથી વંદે ભારતમાં આવતો હોય, ત્યાર બાદ સીધેસીધો મેટ્રો પર ચડીને શહેરમાં પોતાના ઘરે જઈ શકે છે કે કામ માટે શહેરના અન્ય ભાગમાં જઈ શકે છે અને ગતિ એટલી ઝડપી કે શેડ્યૂલ કાર્યક્રમ બનાવ્યો હતો, એનાથી 20 મિનિટ પહેલાં હું થલતેજ પહોંચી ગયો, હું ટ્રેનમાં સફર કરી રહ્યો હતો ત્યારે ડિપાર્ટમેન્ટના લોકો કેટલીય ખૂબીઓ જણાવતા રહે છે, શું વ્યવસ્થા છે, સ્પીડ છે વગેરે.. પરંતુ બીજું એક પાસું છે જેના તરફ ડિપાર્ટમેન્ટનું કદાચ ધ્યાન નથી ગયું. મને એ સારું લાગ્યું... હું કહેવા માગું છું, આ જે વંદે ભારત ટ્રેન છે, હું ગણિતજ્ઞ કે વૈજ્ઞાનિક નથી, પરંતુ હું મોટો મોટો અંદાજ લગાવી શકું છું કે હવાઈ જહાજમાં જેટલો અવાજ આવે છે એનાથી કદાચ 100મો ભાગ થઈ છે, 100 ઘણો વધારે અવાજ વિમાનમાં હોય છે, એટલે વાતચીત કરવામાં તકલીફ પડે છે. વંદે ભારત ટ્રેનમાં હું આરામથી વાત કરતો હતો, જે લોકો હવાઈ જહાજના આદી છે, તેમને અવાજનું જ્ઞાન થઈ જશે તો હું ચોક્કસ માનું છું કે હવાઈ જહાજ નહીં વંદે ભારત ટ્રેન પસંદ કરશે.

અમદાવાદીને વખાણ્યા
અરે મારા અમદાવાદીઓ... મારે આજે અમદાવાદને સો સો સલામ કરવી છે... નવરાત્રિનો તહેવાર હોય, રાત આખી દાંડિયા ચાલતા હોય, આપણું શહેર કે ગુજરાત ઊંઘતું જ ન હોય અને આ ઘૂમઘમતી ગરમી વચ્ચે આટલો વિરાટ જનસાગર, મેં પહેલીવાર જોયો છે ભાઈ... હું અહીં જ મોટો થયો... આવડો મોટો કાર્યક્રમ અમદાવાદે કરી બતાવ્યો હોય, એ આ મારો પહેલો અનુભવ છે. અને એટલે અમદાવાદીઓને મારા સો સો સલામ. અને એનો અર્થ એ થયો અમદાવાદીઓને મેટ્રો શું છે એની બરાબર સમજણ છે. મેં એકવાર મારા અર્બન ડેવલપમેન્ટના મંત્રીઓ જોડે વાત કરી હતી, મેં કહ્યું ભાઈ તમે મેટ્રોમાં, આખા દેશમાં કરવી જોઈએ આપણી જવાબદારી છે... પણ તમને અમદાવાદીઓ સૌથી વધારે રિર્ટન આપશે. મને કહે કેવી રીતે? મેં કહ્યું- સાહેબ અમારા અમદાવાદીઓ હિસાબ લગાવે, કે ઓટો રિક્ષામાં જાવ તો કેટલા રૂપિયા થાય, કેટલો ટાઈમ જાય, કેટલી ગરમી ખાવી પડે... અને મેટ્રોમાં જઉં તો આટલો ફાયદો થાય, એટલે એ તરત મેટ્રોમાં આવી જાય. સૌથી વધારે આર્થિક રીતે લાભ કરે એટલે એ અમદાવાદનો પેસેન્જર કરે.. એટલે તમારા અમદાવાદમાં એક જમાનામાં હું અમદાવાદનો ઓટો રિક્ષાવાળો કરીને ગીત ગાતા હતા. હવે હું મેટ્રોવાળો એ ગીત ગાશે.

આજે સાચે જ હું અમદાવાદને જેટલાં અભિનંદન આપું, જેટલી સલામ કરું એ ઓછી છે દોસ્તો, આજે અમદાવાદે મારું દિલ જીતી લીધું છે. ભાઈઓ અને બહેનો 21મી સદીના ભારતને દેશના શહેરોથી જોડવાને નવી ગતિ મળનારી છે. અમે બદલાતાં સમય અને બદલાતી જરૂરિયાત અનુસાર આપણાં શહેરોને પણ નિરંતર આધુનિક બનાવવા જરૂરી છે. શહેરોમાં ટ્રાન્સપોર્ટનું સિસ્ટમ આધુનિક હોય, સીમલેસ કનેક્ટિવિટી હોય, વાહનવ્યવહારનું એક સાધન બીજાને સપોર્ટ કરે એ કરવું જરૂરી છે. અને ગુજરાતમાં મોદી પર તીક્ષ્ણ નજર રાખનારા છે. એવી એક સારી જમાત અને તેજ જમાત છે, એમને ધ્યાન હશે. જ્યારે હું મુખ્યમંત્રી હતો, મેં વર્ષ તો યાદ નથી. બહુ વર્ષો પહેલાં અમે અમદાવાદમાં મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટને લઈને ગ્લોબલ સમિટ કર્યું, એ સમયે મારા મગજમાં ચાલતું હતું. પરંતુ કેટલાક વિષય ભારત સરકારના હોવાથી ત્યારે હું ન કરી શક્યો. હવે તમે મને ત્યાં મોકલ્યો તો મે કરી નાંખ્યું. પરંતુ આ વિચારને સાકાર થતો જોઉં છું. આ વિચાર સાથે વીતેલા આઠ વર્ષમાં શહેરોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આટલું મોટું મૂડીરોકાણ કરાઈ રહ્યું છે. 8 વર્ષમાં એક બાદ એક, દેશના બે ડઝનથી વધારે શહેરો મેટ્રો શરૂ થઈ ગઈ છે કે ઝડપથી કામ ચાલી રહ્યું છે. દેશના ડઝન શહેરોને એર કનેક્ટિવિટીથી જોડી દેવાયા છે. ઉડાન યોજના, નાના શહેરોમાં હવાઈ સુવિધા આપવામાં ભૂમિકા નિભાવી રહી છે.

જૂની કેન્દ્ર સરકારને આડે હાથ લીધી
અમારા જે રેલવે સ્ટેશન હતા તેની શું સ્થિતિ હતી એ તમે સારી રીતે જાણો છો. આજે ગાંધીનગર રેલવે સ્ટેશન દુનિયાના કોઈપણ એરપોર્ટથી કમ નથી. બે દિવસ પહેલાં અમદાવાદ રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાની મંજૂરી આપી દીધી છે. સાથીઓ, દેશના શહેરોના વિકાસ માટે આટલું વધારે ફોકસ, આટલું બધું મૂડીરોકાણ એટલા માટે કરાઈ રહ્યું છે, કારણ કે આ શહેર આવનાર 25 વર્ષમાં વિકસિત ભારતના નિર્માણને સુનિશ્ચિત કરનાર છે આ જ અમદાવાદ, સુરત, વડોદરા, ભોપાલ, ઈન્દોર, જયપુર. આ જ બધા, હિન્દુસ્તાનના 25 વર્ષના ભાગ્યને ઘડનાર છે. આ મૂડીરોકાણ માત્ર કનેક્ટિવિટી પૂરતું મર્યાદિત નથી, પરંતુ ડઝનો શહેરોમાં સ્માર્ટ સુવિધા વધી રહી છે. મૂળ સુવિધાઓને સુધારાઈ રહી છે.

ગિફ્ટ સિટી, વંદે ભારત અને મેટ્રો ટ્રેન
મુખ્ય શહેરની આસપાસના વિસ્તારો સબબને વિકસિત કરાઈ રહ્યા છે. ટ્વિન સિટીનો વિકાસ કેવી રીતે કરાય છે, તેનું ગાંધીનગર અમદાવાદ ઉત્તમ ઉદાહરણ છે. આવનાર સમયમાં ગુજરાતમાં અનેક ટ્વિન સિટીનો આધાર તૈયાર થઈ રહ્યો છે. અત્યાર સુધી ન્યૂયોર્ક - ન્યૂ જર્સી ટ્વિન સિટી સાંભળતાં હતાં. મારું હિન્દુસ્તાન પાછળ ન રહી શકે, તમે તમારી આંખો સામે જોઈ શકો છો, ગાંધીનગર-અમદાવાદનો વિકાસ, ટ્વિન સિટીનું મોડલ. એવી જ રીતે અમારી પાસે આણંદ-નડિયાદ, ભરૂચ-અંકલેશ્વર, વલસાડ-વાપી, સુરત-નવસારી, વડોદરા-હાલોલ-કાલોલ, મોરબી-વાંકાનેર, મહેસાણા-કડી આવા ઘણાં બધાં ટ્વિન સિટી ગુજરાતની ઓળખને વધુ સશક્ત કરનાર છે. જૂના શહેરોમાં સુધાર અને તેના વિસ્તાર પર ફોકસની સાથે સાથે એવા નવા શહેરોનું નિર્માણ કરાઈ રહ્યાં છે. જે ગ્લોબલ બિઝનેશ ડિમાન્ડ અનુસાર તૈયાર થઈ રહ્યા છે. ગિફ્ટ સિટી પણ આ પ્રકારના પ્લગ એન્ડ પ્લેસ સુવિધાવાળા શહેરોનું ઉત્તમ ઉદાહરણ છે. સાથીઓ, મને યાદ છે, ગિફ્ટની વાત કદાચ મેં 2005-06માં કહી હતી. ત્યારે મારા વિઝનનો એક વીડિયો પ્રેઝેન્ટેશન કર્યુ, ત્યારે બહુ લોકોને લાગતું કે અરે શું વાત કરે છે, શું આપણા દેશ થઈ શકે, ત્યારે મેં તે સમયે લખેલું વાંચ્યું છે અને સાંભળ્યું પણ છે. આજે ગિફ્ટ સિટી તમારી આંખો સામે ઊભી થઈ ગયું છે અને જોતજોતામાં હજારો લોકોને રોજગાર આપનાર કેન્દ્ર બની રહ્યું છે.

અમદાવાદમાં ટ્રાન્સપોર્ટેશન માટે લાલ બસ મળતી
એક સમય હતો જ્યારે અમદાવાદમાં ટ્રાન્સપોર્ટનો અર્થ એટલે શું? આપણાં અમદાવાદમાં ટ્રાન્સપોર્ટ એટલે લાલ બસ, લાલ દરવાજા અને લાલ બસ. અને હરીભરીને રિક્ષાવાળો. સાથીઓ, જ્યારે ગુજરાતે મને સેવા કરવાનો અવસર આપ્યો, ત્યારે મારું સૌભાગ્ય રહ્યું. અમે અહીં બીઆરટીએસ કોરિડોર માટે કામ કરી શક્યા. આ પણ દેશમાં પ્રથમ હતું. મને તો બીઆરટીએસ બસના પહેલા યાત્રી બનવાનું સૌભાગ્ય મળ્યું. મને યાદ છે લોકો વિદેશથી આવતા હોય તો કહે કે ગુજરાત જઈશું. બસ શરૂ કરી. સામાન્ય નાગરિકની આવશ્યકતા અનુસાર વિકાસની યાત્રાને બે પાટા પર ચલાવવા હોય તે આજે સાચે જોઈ રહ્યા છે. તેના માટે તમામને અભિનંદન, મેટ્રોના 32 કિમીના રૂટ પર મેટ્રોનો રૂટ શરૂ થયો છે. એક જ વર્ષમાં 32 કિમીની યાત્રાનું દેશમાં લોકાર્પણ થયું છે. મેટ્રોનું માટે વધારાની જમીનની જરૂર નથી પડી. ગાંધીનગર-મુંબઈ વચ્ચેની વંદેભારત ટ્રેનથી અંતર દૂર કરીશું. સાડા આઠ કલાકથી વધારે સમય થતો હતો.. તે વંદેભારત ટ્રેન અમદાવાદથી સાડા પાંચ કલાકમાં મુંબઈ પહોંચાડી દેશે. ચેન્નાઈમાં ટ્રેન બનાવનારને બધાને મળ્યો ત્યારે કામ કરનારે કહ્યું સાહેબ કામ આપો અને તેનાથી બહેતર બનાવવા કહ્યું અને બનાવ્યું. મારો દેશ આનાથી તેજ ગતિથી આગળ વધશે. દેશના લોકો આનાથી પણ વધુ ઝડપે મુસાફરી કરશે.

ડબલ એન્જિન સરકારનો લાભ ગુજરાતને મળ્યો
જન શતાબ્દીમાં ગરીબ લોકો આ ટ્રેનમાં જવાબનું પસંદ કરે છે. લગેજ વધુ છે લઈ જવા માટે, ડબલ એન્જિન સરકારનો લાભ કેવી રીતે અમદાવાદને મળ્યો, કેન્દ્ર સરકારે કેવી રીતે તરત મંજૂરી આપી દીધી, અમદાવાદમાં મેટ્રો પર કામ શરૂ કરવાનું કર્યું ત્યારે એવી રીતે પ્લાન કરાયો કે ગરીબને પણ લાભ થાય. જ્યાં સાંકડા રોડ પસાર કરવામાં વાર લાગે ત્યાં મેટ્રો પસાર થાય, કાલુપુરને મલ્ટિમોડલ હબ બનાવી રહ્યા છે. 

આ કોરિડોર પર મેટ્રો દોડતી થઈ જશે
પૂર્વ- પશ્ચિમ કોરિડોર પરના કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર,જૂની હાઈકોર્ટ (વિનિમય), એસપી સ્ટેડિયમ, કોમર્સ સિક્સ રોડ, ગુજરાત યુનિ., ગુરુકુલ રોડ, દુરદર્શન કેન્દ્ર તેમજ થલતેજ સ્ટેશનોનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર- દક્ષિણ કોરિડોર પર મોટેરા, સાબરમતી, AEC, રાણીપ, વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, જૂની હાઈકોર્ટ, ગાંધીગ્રામ, પાલડી, શ્રોયસ, રાજીવનગર, જીવરાજ અને APMC મેટ્રો સ્ટેશનોનું ઉદઘાટન કરવામાં આવશે.

22.5 કિમી માટે 25 રૂપિયા ભાડું ચૂકવવું પડશે
મેટ્રો ટ્રેન હાલના તબક્કે દરેક ટ્રેન 3 કોચ વાળી છે. ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સ્ટેશનો 6 કોચવાળી ટ્રેનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. તમામ ટ્રેન સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે. ટ્રેનના રોલિંગ સ્ટોકની વાત કરીએ તો, 32 ટ્રેન સેટ્સ, 96 ટ્રેન કોચ, લંબાઈમાં 22.6 મી., પહોળાઈ 2.90 મીટર જ્યારે ઊંચાઈ 3.98 મીટર છે.બન્ને કોરિડોરમાં ટિકિટોનો દર અલગ અલગ સ્ટેશન માટે 5 રૂપિયાથી 25 રૂપિયાની વચ્ચે રહેશે. જેમાં પ્રથમ ૨.૫ કિમી માટે ૫ રૂપિયા, 2.5 કિમીથી 7.5 કિમી સુધી રૂ.10 , 7.5 કિમીથી 12.5 કિમીના રૂ. 15, 12.5 કિમીથી 17.5 કિમીના રૂ. 20, 17.5 કિમીથી 22.5 કિમી માટે 25 રૂપિયા ભાડું ચૂકવવું પડશે.

પહેલી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરથી દેશની ત્રીજી અને પશ્ચિમ રેલવેની પહેલી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. આ ટ્રેન રવિવાર સિવાય સપ્તાહના 6 દિવસ દોડાવવામાં આવશે.આજે ટ્રેનનો આરંભ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...