તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના બિઝનેસ એકમો, કોમર્શિયલ એકમો, મોલ-મલ્ટિપ્લેક્સ, શૈક્ષણિક સંસ્થાઓ સહિતના સ્થળોએ મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા ફરી વખત કોરોના ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. છેલ્લા 6 દિવસમાં પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ અને મધ્ય ઝોનમાં આવી 660 ઓફિસોમાં કામ કરતાં 4341 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર 21 કર્મચારીઓ જ પોઝિટિવ મળ્યા હતા. હજુ પણ આ ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે.
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 8 કર્મચારીઓ પોઝિટિવ મળ્યા હતા. જોકે મધ્ય ઝોનમાં માત્ર 2 જ ઓફિસના 293 કર્મચારીઓના ટેસ્ટ કરાયા હતા. જેમાંથી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સોમવારે કોરોનાના નવા 168 કેસ નોંધાયા હતા. કુલ કેસની સંખ્યા 54 હજારને પાર થઈ છે જ્યારે વધુ 3 દર્દીઓના મૃત્યુ થયા હતા.
મધ્ય ઝોનમાં બે ઓફિસમાં તપાસ, 1 પોઝિટિવ, સૌથી વધુ 8 પોઝિટિવ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં મળ્યા હતા
ઝોન | બિલ્ડિંગ | ઓફિસ | ટેસ્ટ | પોઝિટિવ |
પશ્ચિમ | 40 | 40 | 1,937 | 6 |
ઉ. પશ્ચિમ | 41 | 352 | 1,535 | 6 |
દ. પશ્ચિમ | 51 | 266 | 576 | 8 |
મધ્ય | 2 | 2 | 293 | 1 |
કુલ | 134 | 660 | 4,341 | 21 |
શહેરમાં હજુ પણ 2451 એક્ટિવ કેસ
છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. સાથો સાથ મૃત્યુમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. શહેરમાં કુલ એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં શહેરમાં 2451 એક્ટિવ કેસ છે જેમાં સૌથી વધુ 422 જેટલા એક્ટિવ કેસ દક્ષિણ ઝોનમાં છે. તે પછી પશ્ચિમ ઝોનમાં 402, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 388, દક્ષિણ-પશ્ચિમમાં 375, ઉત્તરમાં 302, મધ્ય ઝોનમાં 278 છે.
ઘરે સારવાર લઈને 24933 દર્દી સાજા થયા
શહેરમાં કુલ 48452 દર્દીઓ સાજા થયા છે જેમાંથી સૌથી વધુ હોમ આઇસોલેશનમાંથી 24933 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે એસવીપી, સિવિલ, સોલા સિવિલ સહિતની સરકારી હોસ્પિટલોમાંથી 9536 દર્દીઓ સાજા થયા છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાંથી 11326 દર્દી તેમજ સરકારી અને ખાનગી કોવિડ કેર સેન્ટરમાંથી 2600થી વધુ દર્દી સાજા થયા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.