તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેસ્ટની સંખ્યા ઘટી:અમદાવાદમાં કોરોના અને બ્લડ રીપોર્ટ માટેના ટેસ્ટમાં મોટો ઘટાડો, ખાનગી લેબમાં અગાઉ કરતાં 50 ટકા ટેસ્ટ ઘટ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
લોકોએ ટેસ્ટિંગ કરાવવાનું ઓછું કરી દીધું
  • કોરોનાના દર્દીઓ બીજી લહેરમાં બ્લડ ટેસ્ટ પણ કરાવતા હતા જેમાં CBC,CRP અને D- DIMERનું પ્રમાણ જાણવામાં આવતુ

અમદાવાદમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક રહી અને હવે કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે રીપોર્ટ માટે થતા ટેસ્ટીંગમાં પણ ઘટાડો નોધાયો છે.ખાનગી લેબોરેટરીઓમાં જે ટેસ્ટ થતા હતા તેમાં અગાઉ કરતા 50 ટકા ટેસ્ટીંગનો ઘટાડો નોધાયો છે.

અગાઉ કરતાં 50 ટકા જેટલો ઘટાડો નોધાયો
એપ્રિલ મહિનામાં કોરોના ખુબ જ કેસ નોધાયા હતા. જેને કારણે રીપોર્ટ માટે ટેસ્ટ કરાવનારની સંખ્યા પણ વધી હતી. જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ખાનગી લેબોરેટરીમાં 700 રૂપિયાના દરે કોરોનાના ટેસ્ટ કરવામાં આવતા હતા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી અનેક જગ્યાઓ પર ખાનગી લેબોરેટરી દ્વારા ટેસ્ટ કરવામાં આવતા હતા. ખાનગી લેબમાં થતા ટેસ્ટમાં હવે અગાઉ કરતાં 50 ટકા જેટલો ઘટાડો નોધાયો છે.

અગાઉ 600 જેટલા બ્લડ ટેસ્ટ સનફ્લાવર લેબમાં થતા હતા
અગાઉ 600 જેટલા બ્લડ ટેસ્ટ સનફ્લાવર લેબમાં થતા હતા

પહેલાં એક દિવસમાં 2500 ટેસ્ટ થતાં
શહેરના અલગ અલગ વિસ્તારના મેદાન કે પ્લોટમાં કોરોના ટેસ્ટ કરવાના શરુ કરવામાં આવ્યા હતા. ત્યારે સનફ્લાવર લેબ દ્વારા પણ કોરોનાના રીપોર્ટ કાઢી આપવામાં આવતા હતા.સનફ્લાવર લેબમાં અગાઉ એક દિવસમાં 2500 ટેસ્ટ કરવામાં આવતા હતા. જયારે હવે કેસમાં ઘટાડો થતા રોજ 1200 થી 1300 ટેસ્ટ જ થાય છે એટલે કે ટેસ્ટમાં 50 ટકાનો ઘટાડો નોધાયો છે.

કોરોનાના દર્દીઓ બીજી લહેરમાં બ્લડ ટેસ્ટ પણ કરાવતા હતા
કોરોનાના દર્દીઓ બીજી લહેરમાં બ્લડ ટેસ્ટ પણ કરાવતા હતા

બ્લડ ટેસ્ટમાં પણ 50 ટકાનો ઘટાડો
ઉપરાંત કોરોનાના દર્દીઓ બીજી લહેરમાં બ્લડ ટેસ્ટ પણ કરાવતા હતા જેમાં CBC,CRP અને D- DIMERનું પ્રમાણ જાણવામાં આવતું હતું. અગાઉ 600 જેટલા બ્લડ ટેસ્ટ સનફ્લાવર લેબમાં થતા હતા. ત્યારે હવે માત્ર 275 બ્લડ ટેસ્ટ જ રોજ કરવામાં આવે છે. એટલે કે બ્લડ ટેસ્ટમાં પણ 50 ટકા કરતા વધુનો ઘટાડો થયો છે.

સનફ્લાવર લેબોરેટરીના ડાયરેક્ટર ડૉ.ડી.જી,પટેલ
સનફ્લાવર લેબોરેટરીના ડાયરેક્ટર ડૉ.ડી.જી,પટેલ

પહેલા 24 કલાક લેબ ચાલુ રહેતી
સનફ્લાવર લેબોરેટરીના ડાયરેક્ટર ડૉ.ડી.જી,પટેલે જણાવ્યું હતું કે અત્યારે કોરોના કેસમાં ઘટાડો થયો છે. જેને કારણે ટેસ્ટીંગમાં પણ ઘટાડો થયો છે.અગાઉ 24 કલાક લેબ ચાલુ રાખવામાં આવતી હતી. અને રીપોર્ટ 24 થી 48 કલાકમાં આપવામાં આવતો હતો. જયારે હવે માત્ર 6 કલાકમાં જ રીપોર્ટ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...