મહિલા ડોક્ટર ઉમેદવારોનો દબદબો:નરોડામાં 1998થી 2017 સુધીમાં એક ટર્મને બાદ કરતાં ડોક્ટર મહિલા ઉમેદવાર જ વિજેતા, આ વખતે 29 વર્ષના યુવા ડોક્ટર ઉમેદવાર

અમદાવાદ3 મહિનો પહેલા
  • 2022ની વિધાનસભાની ચૂંટણીમાં નરોડા બેઠક પર ડો. પાયલ કુકરાણી ઉમેદવાર તરીકે જાહેર થયા
  • અગાઉ ભાજપમાંથી ડો. ગીતાબેન, ડો. માયાબેન તથા ડો. નિર્મલા વાધવાની વિજેતા જાહેર થયા હતા

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આજે ભાજપ દ્રારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. તેમાં મહત્વની વાત તો એ છે કે નરોડા બેઠક પર ડો. પાયલ કુકરાણીના નામની જાહેરાત કરી છે. આ બેઠક પર ડો. પાયલનું નામ જાહેર થતાંની સાથે જ આ બેઠક પરથી 1985થી અત્યારસુધીમાં 2017ની એક ટર્મની બાદ કરતાં સતત મહિલા ડોક્ટર ચૂંટણી લડ્યાં છે. તેમાંથી ત્રણ મહિલા ડોક્ટર તો ભાજપના જ હતા. અને એક મહિલા ધારાસભ્ય કોંગ્રેસના હતા.

નરોડા બેઠક પર ડો. પાયલ કુકરાણીના નામની જાહેરાત.
નરોડા બેઠક પર ડો. પાયલ કુકરાણીના નામની જાહેરાત.

કોંગ્રેસના ડો. ગીતાબેન દક્ષિણી વિજેતા થયેલા
ગુજરાત વિધાનસભાની 1985થી 2022 સુધી નરોડા બેઠકની યોજાયેલી ચૂંટણીની વિગતો તપાસીએ તો 1985માં કોંગ્રેસે 149 બેઠકો જીતવાનો રેકોર્ડ તોડ્યો હતો. તેમાં ભાજપને 11, જનતા પાર્ટીને 14 અને અપક્ષને 8 બેઠકો મળી હતી. તેમાં પણ અમદાવાદ શહેરની નરોડા બેઠક પરથી કોંગ્રેસના ડો. ગીતાબેન દક્ષિણી વિજેતા જાહેર થયા હતા. તેણીએ 37150 મત મેળવ્યા હતા. તો ભાજપના હરીફ ઉમેદવાર નંદલાલ વાધવાએ 19227 મતો મેળવ્યા હતા.

2022 વિધાનસભાના ઉમેદવાર ડો. પાયલ.
2022 વિધાનસભાના ઉમેદવાર ડો. પાયલ.

2002માં માયાબેને ફરીવાર ભાજપમાંથી ઝુંકાવ્યું
1998માં આ જ બેઠક પરથી ડો. માયાબેન કોડનાનીએ 1,16,269 મતો મેળવ્યા હતા. તેમના હરીફ ધીરુભાઇ પટેલે 41415 મતો મેળવ્યા હતા. આમ તેમણે કોંગ્રેસના ઉમેદવારને 74854 મતોથી હાર આપી હતી. ત્યારબાદ 2002માં માયાબેને ફરીવાર ભાજપમાંથી ઝુંકાવ્યું હતું. તેમાં પણ માયાબેને 1,55,286 મતો મેળવ્યા હતા. તેની સામે કનુ કોટિયાએ 44191 મતો મેળવ્યા હતા. આમ માયાબેને હરીફ ઉમેદવારને 1,11,095 મતોથી હરાવ્યા હતા.

1998માં ડો. માયાબેન કોડનાનીએ 1,16,269 મતો મેળવ્યા હતા.
1998માં ડો. માયાબેન કોડનાનીએ 1,16,269 મતો મેળવ્યા હતા.

માયાબેને સતત ત્રીજી ટર્મ જીતીને હેટ્રિક મારી
2007માં ત્રીજી ટર્મમાં માયાબેને ચુંટણીમાં ઝૂંકાવીને 2,37,578 મતો મેળવ્યા હતા. તેની સામે પરસોત્તમ હરવાણીએ 57076 મતો મેળવ્યા હતા. આમ માયાબેન તેમના હરીફ ઉમેદવાર સામે 1,80,442 માર્જીન સાથે સતત ત્રીજી ટર્મ જીતીને હેટ્રિક મારી હતી. જો કે 2012માં આ બેઠક પર ભાજપ દ્રારા ઉમેદવારને બદલવામાં આવ્યા હતા. ડો. નિર્મલાબેન વાધવાણીને ટિકીટ આપી હતી. નિર્મલાબેન વાધવાનીએ 96,333 મતો મેળવીને હરીફ ઉમેદવાર ભવાનભાઇ સુરાભાઇ ભરવાડને હરાવ્યા હતા.

બેઠક પર મહિલાઓની સાથોસાથ તબીબોનો દબદબો રહ્યો છે.
બેઠક પર મહિલાઓની સાથોસાથ તબીબોનો દબદબો રહ્યો છે.

આ વખતે ભાજપે ફરી એકવાર મહિલા ડોક્ટરનો ઉમેદવાર
ડો. નિર્મલાબેનને મહિલા અને બાળ વિકાસ મંત્રી બન્યાં હતા. 2017માં આ બેઠક પરથી ભાજપે ઘણાં વર્ષો પછી પુરુષ ઉમેદવાર બલરામ થાવાણીને ટિકીટ આપી હતી. તેમણે 108168 મતો મેળવ્યા હતા. તેમના હરીફ ઉમેદવાર ઓમપ્રકાશ તિવારીએ 48026 મતો મેળવ્યા હતા. આમ 60142 મતોથી વિજેતા જાહેર થયા હતા. આ વખતે ભાજપે ફરી એકવાર મહિલા ઉમેદવાર ડો. પાયલ કુકરાણીને ટિકીટ આપી છે. વળી પાછાં તે પણ ડોકટર જ છે. આમ આ બેઠક પર મહિલાઓની સાથોસાથ તબીબોનો દબદબો રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...