તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:નવંરગ સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા પાંચ કેટેગરીમાં ટેનિસ ટૂર્નામેન્ટ યોજાઇ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલી ટેનિસ મેચમાં કોરોનાને હરાવીને ખેલાડીઓ ગેમ જીત્યાં

તાજેતરમાં નવરંગ સ્પોટ્સ એકેડેમીમાં અન્ડર-14, અન્ડર- 12, વુમનડબલ - વુમન સિંગલ ટુર્નામેન્ટ યોજાઇ. જેમાં અમદાવાદના 100 ખેલાડીઓ મેચ રમ્યાં હતાં.ઇન્ટર ફેમિલિ પ્રિમિયમ લીગમાં કોરોના સર્વાઇવર ખેલાડીઓ પણ ખેલદિલી સાથે રમ્યાં હતાં. નવરંગ પુરા સ્પોટ્સ એકેડેમીમાં ત્રણ દિવસ સુધી યોજાયેલી આ ટુર્નામેન્ટમાં બોયસ અંડર-10 માં જયવાલ શાહ વિજેતા રહ્યાં હતાં જ્યારે કિર્દય પટેલ ફાઇનલિસ્ટ રહ્યાં. સેમી ફાઇનલ રાઉન્ડ માં ઇશાન ગુણાસેટ્ટ અને દેવ પેટેલ રમ્યાં હતાં. બોયની અન્ડર -12માં વિજેતા નિત્યા અમીન ફાઇલિસ્ટ હેમ શાહ રહ્યા. મેન્સ ડબલ્સમાં વિજેતા રુદ્ર પટેલ વિજેતા રહ્યાં હતા. આ ટુર્નામેન્ટમાં ઘણાં ખેલાડીઓ કોરોના સર્વાઇવર પણ હતાં.

મજબૂત મનોબળથી ફરી ટેનિસ કૉટમાં
આ મેચના 1 મહિના પહેલાં મને કોરોના થયો હતો. મારી તબિયત બગડતાં હોસ્પિટલમાં જવું પડ્યું હતું. પરંતુ મજબૂત મનોબળથી હું ફરી ટેનિસ કોર્ટમાં આવી શક્યો. આપણે કોરોના ગાઇડલાઇનનું સ્વૈચ્છિક પાલન કરવું જોઇએ. - આનંદ અને શીતલ અમી

ફિઝિકલ એક્ટિવિટીના કારણે કોરોના સામે લડ્યો
ખેલાડી કનય શાહ અને સુષ્માં શાહે જણાવ્યું કે 1 મહિના પહેલાં અમને બંન્નેને કોરોના પાઝેટિવ આવ્યાં હતાં. હું અને મારી વાઇફ છેલ્લાં 4 વર્ષથી ટેનિસ રમીએ છીએ. મારી ફિઝિકલ એક્ટિવિટીના કારણે હું કોરોના સામે લડી શક્યો તેમજ રેગ્યુલર ગેમથી મારી ઇમ્યુનિટી જાળવી શક્યો. - કનય શાહ, સુષ્મા શાહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો