કોન્ટ્રાક્ટરોને લહાણી:ટેનિસ કોર્ટનું રોજ 65 રૂપિયા ભાડું, શીખવાની ફી હજાર!; લાંભા, નિકોલ, રામોલના ટેનિસ કોર્ટ આપવા સ્ટેન્ડિંગમાં ઠરાવ મોકલાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરોડોના ખર્ચે બનેલા ટેનિસ કોર્ટ પાંચ વર્ષના ભાડાપટ્ટે આપી દેવાયા

નિકોલ, લાંભા, અને રામોલમાં કરોડોના ખર્ચે બનાવેલા ટેનિસ કોર્ટ મ્યુનિ.એ કોન્ટ્રાક્ટરને રોજના 65 રૂપિયાના ભાડા પેટે પાંચ વર્ષ માટે ચલાવવા આપી દીધા છે. જો કે, અહીં ટેનિસ શીખવા માટે આવનારે શીખવાની ફી રૂ.હજાર ચૂકવવી પડશે.

રીક્રિએશન એન્ડ કલ્ચરલ કમિટીએ 3 ટેનિસ કોર્ટની હરાજીથી પીપીપી ધોરણે ચલાવવા આપવાનો નિર્ણય કર્યો હતો. જેમાં લાંભાના 2, રામોલના 2 અને નિકોલના 2 ટેનિસ કોર્ટનો સમાવેશ થાય છે. લાંભાનો ટેનિસ કોર્ટ હસમુખ વેગડાને પાંચ વર્ષ માટે રૂ.1.15 લાખ લેખે અપાયો છે. રામોલનો સોફ્ટ ટેનિસ એસોસિએશન ઓફ ગુજરાતને રૂ. 1.25 લાખ તો નિકોલ ટેનિસ કોર્ટ અનિલ રાજેશભાઇને રૂ. 1.30 લાખમાં ભાડે આપવાનો ઠરાવ કરાયો છે. આ ઉપરાંત વસ્ત્રાલ, ગોતા અને ખોખરા સ્વિમિંગ પુલ ઉપર ડોમ બનાવવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે. તેમજ ખોખરા સ્વિમિંગ પુલમાં મહિલાઓનો સમય બદલવા રજૂઆત થઈ છે.

બે શીખાઉ વ્યક્તિ આવે તો કોન્ટ્રાક્ટરનો આખા મહિનાનો ખર્ચો નીકળી​​​​​​​ જાય
ટેનિસ કોર્ટમાં આવતાં લોકો પાસેથી કોન્ટ્રાક્ટર શીખાઉ પાસેથી એક મહિનાના 500, શીખેલી વ્યક્તિ પાસેથી રૂ.હજાર ફી વસૂલશે. જ્યારે 6 મહિનાના 5 હજાર અને વર્ષના રૂ.9 હજાર લેશે. આમ બે શીખાઉ વ્યક્તિ ટેનિસ કોર્ટમાં આવે તો કોન્ટ્રાક્ટરનો આખા મહિનાનો ખર્ચો નીકળી જાય.

અન્ય સમાચારો પણ છે...