• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Temples, Roads And Overbridges As Well As Underbridges Will Be Kept Clean During Festivals In Ahmedabad, Instructions Have Been Given For Cleaning.

સાફ સફાઈ:​​​​​​​અમદાવાદમાં તહેવારો દરમિયાન મંદિરો, રોડ રસ્તા અને ઓવરબ્રિજ તેમજ અંડરબ્રિજ સાફ રહેશે, સફાઈ કરવામાં માટે સૂચના આપવામાં આવી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ કામ લાભ પાંચમ સુધી ચાલુ રાખવા માટે સૂચના

તહેવારોમાં દિવસોમાં અમદાવાદ શહેર સ્વચ્છ રહે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. નવા વર્ષમાં રોડ પર કચરો ન હિય અને સ્વચ્છ શહેર લાગે તેના માટે ગત સ્ટેન્ડિંગ કમિટિમાં તેમજ આજે હેલ્થ કમિટિના ચેરમેન દ્વારા અધિકારીઓને બોલાવી શહેરના મંદિરો, રોડ રસ્તા અને બ્રિજની સાફ સફાઈ યોગ્ય રીતે કરવામાં આવે તેવી સૂચના આપી હતી. શહેરમાં સફાઈ કરવા માટે તેમજ જ્યાં જ્યાં રાત્રી સફાઈની જરૂર પડે ત્યાં સફાઈ કરવા કહેવામાં આવ્યું છે.

તહેવારોમાં બજારોમાં ભીડ જામે છે અને મોડી રાત સુધી બજાર ધમધમતા હોય છે. શહેરમાં સ્વચ્છતા રહે તેના માટે શહેરમાં આવેલા 10થી વધુ ઓવરબ્રિજ, અંડરબ્રિજ તેમજ મુખ્ય રસ્તાઓ પર સફાઈ કરવામા આવશે. હેલ્થ કમિટિના ચેરમેન ભરતભાઇ પટેલે જણાવ્યું હતું કે જે તે વિસ્તારો અને સોસાયટીઓ બહાર સિલ્વર ટ્રૉલી મૂકવામાં આવી છે તે રાત્રિના સમયે ખાલી કરી દેવી તેવી પણ સૂચના આપવામાં આવી છે. તહેવારોમાં મંદિરોમાં વધુ લોકો આવે છે માટે મંદિરને ધોવા અને બહાર કોઈ પણ પ્રકારનો કચરો જમા ના થાય અને ગંદકી ના થાય તે માટે પણ સૂચના આપવામાં આવી છે. આ કામ લાભ પાંચમ સુધી આ કામ ચાલુ રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે.