અન્નકૂટ ધરાવાયો:નૂતન વર્ષે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મંદિરોમાં સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો ભવ્ય અન્નકૂટ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્નકૂટમાં પારંપરિક મીઠાઈ-ફરસાણ ધરાવવામાં આવ્યા
  • અન્નકૂટના દર્શન માટે દર્શનાર્થીઓનો ધસારો જોવા મળ્યો
  • ભક્તોએ અન્નકૂટની આરતીમાં જોડાઈ ધન્યતા અનુભવી

દિવાળીના તહેવારની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. નૂતન વર્ષના પાવન અવસરે સ્વામિનારાયણ ભગવાનને ખાસ ભોગ પણ ધરવામાં આવ્યો હતો.સ્વામિનારાયણ મંદિર- મણિનગર ગાદી સંસ્થાન દ્વારા નૂતનવર્ષે અન્નકૂટનું ભવ્ય અને દિવ્ય આયોજન થયું છે. જેમાં પારંપરિક મીઠાઈ-ફરસાણ ધરાવવામાં આવ્યા છે. ભગવાનને અન્નકૂટ ધરાવ્યા બાદ તેના દર્શન માટે દર્શનાર્થીઓનો ધસારો જોવા મળ્યો હતો. ભક્તોએ અન્નકૂટની આરતીમાં જોડાઈ ધન્યતા અનુભવી હતી.

વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવતાં સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે સ્વામીએ જણાવ્યું હતું કે, પર્વો-ઉત્સવો-તહેવારો ઉમંગ ઉલ્લાસની સાથોસાથ સમાજ જીવનમાં નવી તાજગી, નવી ચેતનાનો સંચાર કરતા હોય છે. તેમણે દિપાવલીની દિપમાળા, દિવડાઓ અંધકારથી પ્રકાશ તરફની ઉર્ધ્વગતિના અને સકારાત્મક દ્રષ્ટિકોણના પ્રેરક છે તેવો ભાવ વ્યકત કરતાં આ ઊજાસ પર્વ જન-જનમાં સકારાત્મકતાની જ્યોત મશાલ બનીને ઝળહળાવે તેવી અભ્યર્થના કરી છે.

અન્ય સમાચારો પણ છે...