તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભગવાનને ગરમીથી રાહત:કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્વારા ગરમીમાં ભગવાનને રાહત મળે એ માટે ગુલાબ જળથી અભિષેક કરાયો

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
શ્રી હરિકૃષ્ણ મહારાજની તસવીર - Divya Bhaskar
શ્રી હરિકૃષ્ણ મહારાજની તસવીર
  • કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં શ્રી આનંદ દાસજી સ્વામીએ હરિકૃષ્ણ મહારાજ ઉપર ગુલાબ જળથી અભિષેક કર્યો

રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. એવામાં તારીખ 4 એપ્રિલને રવિવારના રોજ સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ દાસજી સ્વામીએ ગરમીમાં ભગવાનને રાહત મળે તેવા ભક્તિભાવથી શ્રી હરિકૃષ્ણ મહારાજ ઉપર ગુલાબ જળથી અભિષેક કર્યો હતો.

ભગવાનનો અભિષેક કરી રહેલા શ્રી આનંદ દાસજી સ્વામી
ભગવાનનો અભિષેક કરી રહેલા શ્રી આનંદ દાસજી સ્વામી

ભગવાનને ગુલાબજળનો અભિષેક
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આપણા શાસ્ત્રોમાં શિયાળો ઉનાળો અને ચોમાસુએ ત્રણ ઋતુ અનુસાર ભગવાનની ભક્તિ કરવાનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. શિયાળામાં ભગવાને ઠંડી ન લાગે તે માટે જેમ ભગવાનની આગળ હીટર મૂકવામાં આવે છે અને ગરમ પાણીથી સ્નાન કરાવવામાં આવે છે તેવી રીતે ઉનાળામાં ભગવાનને ઠંડા જળથી સ્નાન કરાવવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય છે તે માટે સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિય દાસજી સ્વામીએ ભગવાનને ગુલાબ જળથી સ્નાન કરાવ્યું હતું.

ભગવાનના અભિષેકના ભક્તોએ લાઈવ દર્શન કર્યા
ભગવાનના અભિષેકના ભક્તોએ લાઈવ દર્શન કર્યા

ભક્તોએ લાઈવ દર્શન કર્યા
નોંધનીય છે કે હાલ કોરોના વાયરસની મહામારીના કારણે કોઈ હરિભક્તોને પ્રત્યક્ષ દર્શનનો લાભ આપવામાં આવી રહ્યો નથી. ત્યારે હરિકૃષ્ણ મહારાજના આ સ્નાનનો સૌને લાભ ઘરે બેઠા મળે તે માટે સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુ-ટ્યુબ ચેનલ ઉપર તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો