અમદાવાદ સહિત ગુજરાતભરમાં બે દિવસથી પડતી કાતિલ ઠંડીથી લોકો ઠુંઠવાયા હતા. ઉત્તરાયણ પર્વ તેમજ રજાના માહોલ વચ્ચે જ ઠંડીમાં વધારો થતા લોકોની મજામાં બાધા ઉત્પન્ન થઈ હતી. લોકોને દિવસે પણ સ્વેટર પહેરવું પડે એવી સ્થિતિનું હાલ નિર્માણ થયું છે. બે દિવસથી તાપમાનનો પારો નીચો ઊતરી રહ્યો છે, ઉત્તરપૂર્વીય પવનો ફૂંકાતા મોટા ભાગના શહેરોમાં 10 ડીગ્રીથી ઓછું તાપમાન પહોંચ્યું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ 19 તારીખ સુધી ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે. આ સાથે નલિયામાં 1 ડીગ્રી સૌથી નીચું તાપમાન નોંધાયું છે. નલિયામાં કોલ્ડવેવની સ્થિતિ છે, જોકે ઠંડીથી બચવા લોકો તાપણાં કરતાં નજરે ચડ્યા હતા.
મોટા ભાગના શહેરોમાં 10 ડીગ્રીથી ઓછું તાપમાન
ઉત્તરપૂર્વીય પવનો ફૂંકાતા ગુજરાતની ઠંડીમાં વધારો થયો છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં 10 ડીગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે. જેમાં 1 ડીગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. અમદાવાદમાં 10 ડીગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 8 ડીગ્રી તાપમાન સાથે ઠંડીમાં વધારો થતા લોકો ઠુંઠવાયા હતા. આ સાથે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં હજુ 19 જાન્યુંઆરી સુધી એટલા ચાર દિવસ લોકોને ઠંડીના પ્રકોપનો સામનો કરવાનો રહેશે. વધતી ઠંડીના કારણે ખેડૂતોને પણ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે, જેમાં રાયડા, બટાકા સહિતના પાકમાં નુકશાન થવાની ભીતી ખેડૂતોને સેવાઈ રહી છે. આ હાડ થીજવતી ઠંડીથી ખેતરોમાં ઉભેલા પાકમાં પણ બરફના થરો જામેલા જોવા મળ્યા હતા.
ક્યાં શહેરમાં કેટલું તાપમાન?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.