અમદાવાદમાં આબુ જેવો માહોલ:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તાપમાન 24 કલાકમાં 7 ડિગ્રી ગગડ્યું, આજે પણ હળવા વરસાદની આગાહી

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
આખો દિવસ હિલ સ્ટેશન જેવું વાતાવરણ રહ્યું હતું. - Divya Bhaskar
આખો દિવસ હિલ સ્ટેશન જેવું વાતાવરણ રહ્યું હતું.

સાયક્લોનિક સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ગુરુવારે અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં ઝાપટાંથી લઇને હળવો વરસાદ પડયો હતો. અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોના મહત્તમ તાપમાનમાં 3થી 7 ડિગ્રીનો ઘટાડો થતાં બપોર પછી વાતાવરણમાં ઠંડક વધી છે. બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 30.1 ડિગ્રી નોંધાયુ હતુુ, પણ વરસાદી માહોલને કારણે એક જ દિવસમાં મહત્તમ તાપમાન 7 ડિગ્રી જેટલું ગગડીને 23.4 ડિગ્રી જયારે લઘુતમ તાપમાન 18.5 ડિગ્રી નોંધાયું હતું.હજુ 24 કલાક દરમિયાન શહેરમાં વાદળિયા વાતાવરણ વચ્ચે છાંટા પડવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...