તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેબિનાર:ટેકનિકલના વિદ્યાર્થીઓએ મશીન લર્નિંગમાં એડવાન્સ ચાલવું જોઈએ

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • GITમાં ડેટા સાયન્સ એન્ડ મશીન લર્નિંગ પર વેબિનાર

જીઆઇટી ખાતે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કમ્પ્યુટર વિભાગ દ્વારા ડેટા સાયન્સ એન્ડ મશીન લર્નિંગ પર બે દિવસીય વેબિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં જુદી જુદી ઇન્સ્ટિટ્યુટ અને કોલેજ સાથે જોડાયેલા પ્રોફેસર, એક્સપર્ટ વગેરે સ્પીકર તરીકે હાજર રહ્યા હતા.

જેમાં મશીન લર્નિંગ પર જુદા જુદા સ્પાર્કર્સે પોતાના વ્યુ આપતા કહ્યું હતું કે, ભવિષ્યમાં ડેટા સાયન્સ અને મશીન લર્નિંગ પર આપણી નજર છે. તેમાં પણ મશીન લર્નિંગ ક્ષેત્રે ઘણા સ્કોપ છે જેથી ટેકનિકલ ક્ષેત્રે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે આ ઘણું મહત્વનું છે પરંતુ તે માટે અત્યારથી જ વિદ્યાર્થીઓએ એડવાન્સમાં ચાલવું જોઈએ.આ પ્રોગ્રામમાં સ્પીકર તરીકે સાર્વજનિક કોલેજ સુરતના પ્રો. ડૉ. મયુરી મહેતા, એસો. પ્રોફેસર નિરમા યુનિવર્સિટીના ડૉક્ટર પ્રિયાંક ઠક્કર સહિતના સ્પીકર હાજર રહ્યા હતા. આ પ્રોગ્રામ બે દિવસ ચાલ્યો હતો. જેમાં જુદા જુદા સ્પીકરે તેમના વિચારો રજૂ કર્યા હતા.

મયુરી મહેતાએ ડેટા સાયન્સ શું છે, તેનો ઉપયોગ શું છે, ભવિષ્યમાં તેના પર કઇ રીતે કાર્ય થશે તે વિશે સમજાવ્યું હતું. આ ઉપરાંત તેમણે મશીન લર્નિંગની પ્રોસેસ પણ સમજાવી હતી. આ પ્રકારના વિષયો વિદ્યાર્થીઓ માટે આવનાર સમયને જોતા ઘણા મહત્વના સાબિત થશે કેમ કે, ટેકનોલોજીને જોતા તેમાં કરીયરને લઈને પણ ઘણી તકો રહેલી છે. તેમાં પણ આવનાર સમય મશીન લર્નિંગની સાથે સાથે એ.આઈ.નો પણ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો