અમદાવાદ / GTUની મોક ટેસ્ટ દરમિયાન ટેકનિકલ ખામી, ઓપ્શન ન બતાવતા વિદ્યાર્થીઓ પરેશાન, પરીક્ષા બે કલાક મોડી પડી

technical error occured during GTU mock test, students not showing option, exam delayed by two hours
X
technical error occured during GTU mock test, students not showing option, exam delayed by two hours

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 03:33 PM IST

અમદાવાદ. રાજ્યની સૌથી મોટી અને સરકારી ટેકનોલોજીકલ યુનિવર્સિટી એવી જીટીયુ દ્વારા કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લઈ શકવા માટે વિદ્યાર્થીઓની MCQ બેઝ મોક ટેસ્ટ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને પગલે આજે આ મોક ટેસ્ટ યોજાઈ હતી. જો કે આ મોક ટેસ્ટ દરમિયાન વિદ્યાર્થીઓએ અનેક ટેકનિકલ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ મોક ટેસ્ટ માટે વિદ્યાર્થીઓનો બપોરના 12થી 12:30નો સમય નક્કી કર્યો હતો. ત્યાર બાદ 1 વાગ્યે સાઈટ પર એરર આવવા લાગી હતી અને ઓપ્શન પણ બતાવતા નહોતા. આ ટેકનિકલ ક્ષતિઓને કારણે સમય બદલીને 1:30 વાગ્યાનો કર્યો હતો. જો કે આમ છતાં ટેકનિકલ પ્રોબ્લેમ આવતા વિદ્યાર્થીઓને 2 વાગ્યાથી 2:30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. આ સમયે મોક ટેસ્ટ કોઈપણ પ્રકારના વિઘ્ન વિના પૂર્ણ થઈ ગઈ હતી. 

AICTEની ગાઈડલાઈન મુજબ જુલાઈમાં પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે ત્યારે જીટીયુમાં ડિગ્રી-ડિપ્લોમા અને માસ્ટર ડિગ્રીના વિવિધ ટેકનિકલ કોર્સના 4-5 લાખ વિદ્યાર્થીઓની અગાઉની જેમ રેગ્યુલર પરીક્ષા લેવી અને ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવું તેમજ પરિણામો આપવા ખૂબ જ કપરી કામગીરી છે. જેને લઈને જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓની MCQ આધારિત જીપીએસસી પેટર્ન મુજબની કોમ્પ્યુટર મોડથી પરીક્ષા લેવાની વિચારણા કરી હતી. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી