જે કરવું હોય એ કરી લે:અમદાવાદમાં રૂમમાં સૂતેલી એરહોસ્ટેસ સાથે રૂમ પાર્ટનરના મિત્રએ દારૂના નશામાં અડપલાં કરી અભદ્ર માગણી કરી, રોકતાં ધમકી આપી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • એરહોસ્ટેસ યુવતીના રૂમમાં ઘૂસી ગયેલા યુવકે અભદ્ર માગણી કરી
  • રૂમ પાર્ટનર યુવતીએ મિત્રોને બોલાવી ઘરમાં દારૂ પાર્ટી કરતી હતી
  • એરહોસ્ટેસ યુવતીએ છેડતીની ફરિયાદ કરતાં તમામે સામે ધમકી આપી

શહેરના જગતપુર વિસ્તારમાં આવેલા ફ્લેટમાં ભાડે રહેતી એરહોસ્ટેસ યુવતીની રૂમ પાટર્નર તેના મિત્રોને ફ્લેટમાં બોલાવી દારૂની પાર્ટી અને જોરથી મ્યુઝિક વગાડી ધમાલમસ્તી કરતા હતા. એરહોસ્ટેસ યુવતી તેના મિત્રો અને રૂમ પાર્ટનર યુવતીની હરકતોથી કંટાળી ગઈ હતી અને તેમને આવું ન કરવા જણાવતાં તેણે ગાળાગાળી કરી હતી. બાદમાં એરહોસ્ટેસ યુવતી તેના રૂમમાં સૂતી હતી ત્યારે રૂમ પાર્ટનર યુવતીનો એક મિત્ર રૂમમાં આવ્યો હતો અને બાજુમાં સૂઈ જઈ તેનાં અંગોને સ્પર્શ કરી અભદ્ર માગણીઓ કરવા લાગ્યો હતો. યુવતીએ વિરોધ કરતાં આ તમામ લોકોએ તેને ધમકી આપી તેની છેડતી કરતાં પોલીસને જાણ કરી હતી, જેથી સમગ્ર બાબતને લઈને ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

એરહોસ્ટેસ યુવતી સાથે ઘરમાં છેડતી
મૂળ પંજાબની 25 વર્ષીય યુવતી જગતપુરમાં આવેલા એક ફ્લેટમાં રહે છે અને તેની સાથે છેલ્લા છ મહિનાથી રૂમ પાર્ટનર તરીકે અન્ય ત્રણ યુવતી પણ રહે છે. આ યુવતી અમદાવાદ એરપોર્ટ ખાતે સ્પાઇસ જેટ એરલાઇન્સમાં એરહોસ્ટેસ તરીકે નોકરી કરે છે. આજથી બે-ત્રણ મહિના પહેલાં આ યુવતીની રૂમ પાર્ટનરના મિત્રો જગતપુર ખાતેના ઘરે આવ્યા હતા. તેઓ દારૂ તથા અન્ય પ્રકારના નશા કરી ઘરે ધમાલમસ્તી કરતા અને ત્રણથી ચાર દિવસ રોકાઇને જતા રહ્યા હતા. ત્યાર બાદ ફરીથી આ યુવતીની રૂમ પાર્ટનરના મિત્રો ઘરે આવ્યા હતા. ત્યારે આ યુવતીએ તેની રૂમ પાર્ટનરને તે લોકો વિશે પૂછતાં તેણે જણાવ્યું હતું કે તે તમામ લોકો તેને મળવા આવ્યા છે અને થોડા દિવસ રહીને જતા રહેશે.

ફાઈલ તસવીર.
ફાઈલ તસવીર.

રૂમ પાર્ટનરના મિત્રો ઘરમાં જ દારૂ પીને ધમાલ કરતા
આ યુવતીની અન્ય રૂમ પાર્ટનર તેના વતન દિલ્હી જતી રહી હતી, જેથી ઘરમાં યુવતી તથા અન્ય બે રૂમ પાર્ટનર ઘરે હાજર હતાં અને એક રૂમ પાર્ટનરના મિત્રો તેમના ઘરે રહેવા આવ્યા હતા. ત્યાર બાદ રોજેરોજ ઘરના હોલમાં બેસીને દારૂ તથા અન્ય પ્રકારના નશાઓ કરીને જોરજોરથી મ્યુઝિક વગાડીને ધમાલમસ્તી કરતા હતા, જેથી આ યુવતીએ ઘરમાં નશો કરી ધમાલ-મસ્તી ન કરવા જણાવતાં તેની રૂમ પાર્ટનરે એડજસ્ટ કરી લેવાનું કહ્યું હતું અને થોડા દિવસ પછી તમામ મિત્રો જતા રહેશે એવું જણાવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

બેડ રૂમમાં યુવકે અડપલાં કર્યાં
બાદમાં યુવતીની ફ્લાઇટ હોવાથી તે જયપુર ગઈ હતી અને બે દિવસે ઘરે પરત આવી ત્યારે તેના રૂમ પાર્ટનર તથા અન્ય મિત્રો ઘરે હાજર હતા. આ તમામ લોકો દારૂ તથા અન્ય પ્રકારના નશા કરી ધમાલ મસ્તી કરતા હતા. જેથી યુવતીએ તેની રૂમ પાર્ટનરને તેના મિત્રોને સમજાવવાનું કહ્યું હતું તો તે લોકો વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. બાદમાં આ યુવતી તેના રૂમમાં જતી રહી અને સૂઈ ગઈ હતી. ત્યારે રૂમ પાર્ટનર યુવતીનો મિત્રો મયંક આ યુવતીના રૂમમાં આવી તેના બેડ ઉપર તેની બાજુમાં સૂઈ ગયો હતો અને તેની પાસે અભદ્ર માગણીઓ કરી શરીરે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો હતો, જેથી યુવતીએ બૂમાબૂમ કરીને તેને આવું નહીં કરવા સમજાવતાં તેને પકડવાનો પ્રયત્ન કરતાં યુવતી રૂમમાંથી દોડીને બહાર હોલમાં આવી ગઈ હતી.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

રૂમ પાર્ટનર યુવતીએ ધમકી આપી
તમામ લોકોને જાતીય સતામણી બાબતે કહેતા હાજર લોકોએ આ યુવતીને ગાળો બોલી હતી અને તે તેમનું કંઈ બગાડી શકશે નહીં, જે કરવું હોય એ કરી લે એમ કહી મારીને બહાર કાઢી મૂકવાની ધમકી આપી હતી. જોકે અન્ય રૂમ પાર્ટનર વચ્ચે પડતાં આ યુવતીએ પોલીસમાં ફોન કર્યો હતો, જેથી ચાંદખેડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રિયંકા, શુભમ શેરાવત, મયંક શેરાવત અને નીતીશ નામના શખસો સામે યુવતીએ છેડતી, ધમકી સહિતની ફરિયાદ નોંધવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.